તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જસદણમાં ડુંગરપુરની વીડીમાં આગ લાગતા વૃક્ષો બળીને ખાક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
10 વીઘામાં ઊભેલું ઘાસ બળીને ખાક થયું છતાં તંત્ર ડોકાયું નથી

જસદણમાંવિંછીયા રોડ પર આવેલ હેલીપેડ સામે ડુંગરપુરની વીડીમાં શનિવારની મોડી રાત્રે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી. આગ એટલી બધી વિકરાળ બની હતી કે અંદાજે 10 વીઘામાં ઉભેલું ઘાસ બળીને ખાક થઇ ગયું હતું. આગનાં કારણે લીલાછમ વૃક્ષો બળીને ખાક થઇ જતાં પશુ-પંખીઓનો આશરો છીનવાયો હતો. આગ રવિવારે બપોર સુધી લબકારા મારતી રહી હતી છતાં ફાયરબ્રિગેડ કે અન્ય તંત્ર ડોકાયું પણ હતું.

આગ લાગવાના કારણ વિશે અટકળો

એવીધારણા પણ થઇ રહી હતી કે કદાચ વડાપ્રધાનનું આગમન થઇ રહ્યુ છે ત્યારે હેલીપેડને ધ્યાને લઇ સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા ઘાસ બાળી નાંખવા આગ લગાડવાામાં આવી હોય પરંતુ તંત્ર દ્વારા બારામાં પુષ્ટી કરાઇ નથી. આગને પગલે મૂંગા ઢોરનું ચરિયાણ નાશ પામ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...