તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Jasdan
 • જસદણમાં મોરારિબાપુએ રિમોટ કંન્ટ્રોલ વડે સ્ટેજ પરથી નવી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણમાં મોરારિબાપુએ રિમોટ કંન્ટ્રોલ વડે સ્ટેજ પરથી નવી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું.

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જસદણમાં મોરારિબાપુએ રિમોટ કંન્ટ્રોલ વડે સ્ટેજ પરથી નવી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું.

20 કરોડના દાનની જાહેરાત, મોરારિબાપુએ 25 હજાર આપ્યા

કાશીબેનદામજીભાઇ પરવાડિયા હોસ્પિટલનો ખર્ચ 40 કરોડ છે. હોસ્પિટલના મુખ્યદાતા હરેશભાઇ પરવાડિયા પરિવાર ઉપરાંત સુરતથી આવેલા ઉદ્યોગપતિઓ, સમાજના અગ્રણીઓએ દાનની જાહેરાત શરૂ કરી હતી અને ગણતરીની મિનિટોમાં 20 કરોડના દાનની જાહેરાત થઇ ગઇ હતી. મોરારિબાપુએ પણ હોસ્પિટલના કાર્યને આરોગ્ય યજ્ઞ કહી દાનના અન્નકૂટમાં સાધુ તરીકે તુલસીપત્ર મૂકવાની ઇચ્છા વ્યક્ત કરી 25 હજારના દાનની જાહેરાત કરી હતી.

નાના માણસને ધ્યાને લઇ કાર્ય કરાઈ ત્યારે સાચો વિકાસ થશે : મોરારિબાપુ

હોસ્પિટલનાખાતમુહૂર્ત પ્રસંગે માનસ મર્મજ્ઞ મોરારિબાપુએ જણાવ્યું હતું કે, સત્તા-સંપત્તિ, પ્રતિષ્ઠા અને ધર્મક્ષેત્ર બધા ક્ષેત્રો નાના માણસને ધ્યાને રાખી અભિમાન મુક્ત બની કામ કરશે ત્યારે સાચો વિકાસ થશે. આટકોટ જેવા છેવાડાના વિસ્તારમાં મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાના વિચાર બદલ પરવાડિયા પરિવાર, ડો.ભરતભાઇ બોઘરા અને દાતાઓને તેમણે બિરદાવ્યા હતા. 200 બેડની હોસ્પિટલમાં પૈસાના અભાવે કોઇ દર્દી નિદાન કે સારવારથી વંચિત રહી જાય નહીં તે માટે 20 બેડ ફ્રી રાખવા તેમણે સૂચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો