તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાપુને આવકારવા કોઇ નેતા આવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીબન્યા બાદ વિજયભાઈ રૂપાણી પ્રથમ વખત જસદણ આવ્યા હોય જેથી ભાજપ દ્વારા તેમનું હેલીપેડ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું પણ મોરારિબાપુનું આગમન થતાં તેમને આવકારવા માટે એક પણ રાજકીય નેતા હાજર રહ્યા.સી.એમ.નું જ્યારે આગમન થયું હતું ત્યારે આટકોટ પટેલ સેવા સમાજનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો.ભરતભાઈ બોઘરા સહિતના નેતાઓ તેમનું સન્માન કરવા માટે હેલીપેડ પહોંચી ગયા હતા અને તેમને સભાસ્થળે લઇ જવાયા હતા. પરંતુ મોરારીબાપુ જ્યારે હેલીકોપ્ટરમાંથી ઉતર્યા ત્યારે એક પણ રાજકીય નેતા હાજર હતા.

સી.એમ. જ્યારે સ્ટેજ ઉપર બેઠા હતા ત્યારે પોલીસ તેમની સામે નજર રાખી ઉભા હતા અને જ્યાં સી.એમ. ભાષણ કરવા માટે ઉભા થયા એટલે તરત પોલીસ સતર્ક થઇ ગઈ હતી ઉપસ્થિત લોકો સામે ચાંપતી નજર રાખી ગોઠવી દીધી હતી. જો કે વિજય રૂપાણીએ તકે કોઇ નોંધનીય બાબત કહી હતી.

કાર્યક્રમમાં પ્રખર રામાયણી સંત મોરારીબાપુએ સી.એમ. વિજયભાઈ રૂપાણી, પરશોત્તમભાઈ રૂપાલા, જીતુભાઈ વાઘાણી સહિતના રાજકીય નેતાઓને કાળી ધાબળી ઓઢાડવામાં આવતા કાર્યક્રમ ભાજપની છાવણીમાં ફેરવાઈ ગયો હતો અને દાતાઓ જોતા રહ્યા.

કાર્યક્રમ ભાજપની છાવણીમાં ફેરવાયો

મુખ્યમંત્રી બન્યા બાદ પહેલી વાર જસદણ આવતા વિજય રૂપાણીને જોવા મેદની એકઠી થઇ

કોઇ અટકચાળો થાય તે માટે ભાષણ કરવા સીએમ ઉઠ્યા કે તરત પોલીસ સતર્ક બની

20 હજારને બદલે 5 હજાર જમ્યા

કાર્યક્રમમાં૨૦ હજાર થી વધુ લોકો એકઠા થશે તેવી ડો.બોઘરાએ આશા વ્યક્ત કરી હતી અને તેના પ્રમાણમાં ૨૦ હજાર લોકોની જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી પરંતુ હજાર જેટલા લોકોએ ભોજનનો લાભ લેતા ૧૫ હજાર જેટલા લોકોની રસોઈ પડી રહી હતી.

સ્થાનિકોએ તાળીઓ પાડી

જ્યારેસન્માન કાર્યક્રમ ચાલતો હતો ત્યારે સી.એમ.નાં સન્માન વખતે બહારગામથી બોલાવવામાં આવેલા લોકોએ તાળીઓ પાડી હતી પરંતુ સ્થાનિક લોકો તાળીઓ પાડીને થાકી ગયા હોય તેમ તાળીઓ પાડવાથી અળગા રહેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.

રૂપાણીએ મીડિયાને મળવાનું પણ ટાળ્યું

કાર્યક્રમપૂર્ણ થયા પછી વિજયભાઈ રૂપાણી એકા-એક ચાલવા લાગ્યા હતા અને જાણે કે તેમનું હેલીકોપ્ટર તેમને મુકીને જતું રહેવાનું હોય તેમ ચાલ્યા ગયા હતા અને મીડિયાને ઈન્ટરવ્યુ પણ આપતા એવો સવાલ ઉઠવા પામ્યો હતો કે શું કાર્યક્રમમાં ૨૦ હજારના બદલે હજાર જેટલી પબ્લિક થતા નારાજ થઇ ચાલ્યા ગયા હશેω.

{ લોકો સીઅેમને નહીં હેલિકોપ્ટરને જોવા તડકે શેકાયા.

{ સીએમ ચાલ્યા ગયા પછી પણ લોકો હેલિકોપ્ટર જોવા બેસી રહ્યા.

{ સીએમનું ભાષણ શરૂ થયું ને એક પછી એક ખુરશીઓ ખાલી થવા લાગી

{ સંખ્યા બતાવવા માટે 2,700 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને બોલાવ્યા.

{ ધારાસભ્ય ભોળાભાઇને આમંત્રણ અપાતાં કોળી સમાજ સમારોહથી અળગો રહ્યો

{ દાતાઓનું મોરારીબાપુના હસ્તે કરાયું સન્માન

{ 1.30 કલાક સુધી તડકે શેકાયા બાદ જમવા માટે લોકોમાં થઇ ભારે પડાપડી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો