ઘેલા સોમનાથના 7મીએ બહારથી દર્શન થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણનજીક આવેલ પવિત્રધામ ઘેલા સોમનાથ આગામી શ્રાવણ સુદ-15 પૂનમને તા.7-8 ને સોમવારે ચંદ્રગ્રહણ હોવાથી ઘેલા સોમનાથ દાદાનું મંદિર પૂનમને દિવસે બપોરની આરતી બાદ બપોરના 1 વાગ્યાથી બંધ રહેશે. સાંજની 7-30 વાગ્યાની આરતી પણ બંધ રહેશે અને પૂજા-અર્ચના પણ કરી શકાશે નહી. પુનમના દિવસે તા.7 નાં રોજ રાત્રે 1 વાગ્યે ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ ફરી મંદિર ખુલશે અને રાત્રે 1 વાગ્યે ઘેલા સોમનાથ દાદાની આરતી થશે. ફક્ત બહારથી દાદાના દર્શન થઇ શકશે તેમ મંદિરના વહીવટદાર મનુભાઈ શીલુની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

શ્રાવણમાં મહાદેવને વિવિધ શણગાર અર્પણ કરાય છે. તસવીર: દિપક રવિયા

અન્ય સમાચારો પણ છે...