તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એમ્બ્યુલન્સ અપાતાં લાશ રિક્ષામાં લઇ જવાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિવરાજગઢનાએક દલિત પરિવારની નવજાત બાળકીનું જસદણની સરકારી હોસ્પિટલમાં મૃત્યુ થયા બાદ હોસ્પિટલ સત્તાવાળાઓએ એમ્બ્યુલન્સ આપતાં મૃતદેહને રિક્ષામાં લઇ જવો પડ્યો હતો. બાળકીની આખી રાત સારવાર થતાં મૃત્યુ થયું હતું એવો આક્ષેપ પરિવારજનો દ્વારા કરાયો છે.

બનાવની વિગતો એવી છે કે શિવરાજગઢમાં ખેતમજૂરી કરતા અનિલભાઇ રાઠોડના પત્ની સોનલબેને જસદણથી સરકારી હોસ્પિટલમાં મંગળવારે બાળકીને જન્મ આપ્યો હતો.

એનપીએમની ડિગ્રી ધરાવતા ક્વોલિફાઇડ મહિલા કર્મચારી પીનલબેન પટેલે ડિલિવરી કરાવી બાળકીને પગમાં ખોટ જણાતાં તેને ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલે જવા સૂચના આપી હતી. પરિવારજનો બાળકીને લઇને જસદણની ત્રણ ખાનગી હોસ્પિટલે ગયા હતા પણ એકપણ હોસ્પિટલમાં ડોક્ટર હાજર હોવાથી ફરી સરકારી હોસ્પિટલે ગયા હતા.

અનિલભાઇના જણાવ્યા અનુસાર સમયે હોસ્પિટલે એકમાત્ર છગનભાઇ બારૈયા નામના પાર્ટટાઇમ પટાવાળા હતા. તેમણે કહ્યું હતું કે ડોક્ટર સવારે આવશે. બાળકી બહુ રડતા પટાવાળાભાઇ પિનલબેન પટેલને બોલાવવા ગયા હતા. પણ પિનલબેને સવારે આવીશ એવું જણાવ્યું હતું.

આખી રાત બાળકી રડી પણ કોઇ જોવા આવ્યું. સવારે ડો. મૈત્રી આવ્યા ત્યારે અમારી બાળકીનું મૃત્યુ થઇ ચૂક્યું હતું. જો કે ડો. મૈત્રીના જણાવ્યા અનુસાર પગમાં ખોટને બાદ કરતાં બાળકી તંદુરસ્ત હતી. મૈત્રી હોસ્પિટલ સંકુલમાં પોતાના ક્વાર્ટરમાં હતા. પણ રાત્રે બાળકીની તકલીફ અંગે કોઇએ એમને જાણ નહોતી કરી એવો ખુલાસો તેમણે કર્યો હતો. બનાવથી ચકચાર જાગી છે.

સિવિલ હોસ્પિટલે એમ્બ્યુલન્સ આપતા લાચાર દંપતીને બાળકીનો મૃતદેહ રિક્ષામાં લઇ જવો પડ્યો હતો.

દસ દસ કલાક સુધી સારવાર મળતાં નવજાત બાળકીનું મૃત્યુ થયાનો પરિવારનો આક્ષેપ

ઓરિસ્સાની ઘટના સાથે સામ્ય ધરાવતો શરમજનક બનાવ જસદણમાં બન્યો

^મારી જવાબદારી માત્ર પ્રસૂતિ કરાવવાની હોય છે. બાળકીના પગમાં ખોટ જણાતાં ઓર્થોપેડિક હોસ્પિટલે મોકલ્યા હતા. મારી નાઇટ ડ્યૂટી નહોતી. સવારે આવી ત્યારે બાળકી મૃત્યુ પામી હોવાની મને જાણ થઇ હતી. > પિનલબેનપટેલ, (એનપીએમ)પ્રસૂતિકરાવનાર ક્વોલિફાઇડ મહિલા

મારી જવાબદારી માત્ર ડિલિવરી કરાવાની હોય છે

સારવાર થઇ કે એમ્બ્યુલન્સ આપી

^અમેરાત્રે ફરી સરકારી હોસ્પિટલે આવ્યા ત્યારે ત્યાં એકમાત્ર પટાવાળા હાજર હતા. બાળકી સતત રડતી હતી. પણ કો ડોક્ટર ડોકાયા નહીં. ડો. મૈત્રી છેક સવારે આવ્યા ત્યારે અમારી બાળકીનું મૃત્યુ થઇ ચૂક્યું હતું. અમે સત્તાવાળાઓ પાસે એમ્બ્યુલન્સ માગી હતી પણ મળતાં રિક્ષામાં મૃતદેહ લઇ જવો પડ્યો. અમને ડિસ્ચાર્જ પેપર કે ડેથ સર્ટિફિકેટ પણ નથી અપાયું. > અનિલભાઇરાઠોડ, મૃતકબાળકીના પિતા

^નવજાત બાળકીને તેના વાલીઓ ફરી હોસ્પિટલે લાવ્યા ત્યારે હું હાજર હતો.તેમને મેં બાળકીને રાજકોટ હોસ્પિટલે ખસેડવા કહ્યું હતું. અને તે માટે એમ્બ્યુલન્સ આપવાની તૈયારી બતાવી હતી. પણ બાળકીના સગાઓ સવારે રાજકોટ જશે એમ કહી હોસ્પિટલમાં રોકાયા હતા. સવારે મેં બાળકીને ફરી તપાસી ત્યારે તે મૃત્યુ પામી હતી. બાળકીને ચા પીવડાવી હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું. પણ બાળકીના મોઢામાં ગોળ હોય એવું મને લાગ્યું હતું. સરકારી ધારાધોરણ મુજબ દર્દીને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવાના હોય તો એમ્બ્યુલન્સ આપવામાં આવે છે. નવજાત બાળકને ઘરે મુકવા માટે કિલકિલાટ યોજના હેઠળ વાહન ફાળવવામાં આવે છે પણ મૃતદેહ માટે એમ્બ્યુલન્સ આપી શકાતી નથી. > ડો.મૈત્રી, આરએફઓ,જસદણ સરકારી હોસ્પિટલ

અમે બાળકીને રાજકોટ લઇ જવા કહ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો