• Gujarati News
  • ધર્મગુરુના આગમનને વધાવવા વ્હોરા સમાજમાં ઉત્સાહ

ધર્મગુરુના આગમનને વધાવવા વ્હોરા સમાજમાં ઉત્સાહ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇસ્માઇલ બદરૂદ્દીન સાહેબના 351મા ઉર્ષ મુબારક અવસરે પધારશે

ભાસ્કરન્યૂઝ. જસદણ

જામનગરખાતે વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ પધારવાના હોય તે નિમિત્તે જામનગર અને દેશ વિદેશમાંથી આવેલા અનુયાયીઓ દ્વારા સૈયદના મુફદલ સાહેબના આગમનને વધાવવા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

જામનગરમાં આવેલા સમાજના મહાન ઓલિયા સૈયદના ઇસ્માઇલ બદરૂદિન સાહેબના 351મા ઉર્ષ મુબારક અવસરે ખાસ પધારનારા સમાજના 53મા દાઇ સૈયદના મુફદલ સાહેબ સૈફુદિનના આગમનને માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે આગામી શનિવાર અને રવિવારના રોજ સૌરાષ્ટ્ર સહિત દેશ વિદેશમાંથી લાખો વ્હોરા બિરાદરો આવશે. જેમાં પાણીથી લઇ આરોગ્ય સહિતની ખડેપગે વ્યવસ્થાની ગોઠવણી આયોજકો દ્વારા થઇ રહી છે. ગરીબ અને પીડિતોની કરૂણાનો સાદ સાંભળનારા અને માનવતાવાદી સૈયદના સાહેબ જામનગર પધારવાના છે તેવી જાહેરાત બે દિવસ પહેલા થઇ હતી જેના લીધે લોકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. સમાજના અમુક બિરાદરો તો ત્રણ દિવસ પહેલાથી જામનગર ખાતે ધર્મગુરુના દિદાર કરવા પહોંચી ગયા છે તેમના જણાવ્યા મુજબ સૈયદના સાહેબના દર્શન કરવા જીવતા જન્નતનો અનુભવ કરાવે છે અને તેમનાથી અમને શકુન મળે છે. જામનગર ખાતેના તેમના રોકાણ દરમિયાન વાએઝ, મજલીશ, કુરઆન ખ્વાની, જિયાફત, નિકાહ, કદમબોશી, મિસાક નમાઝ સહિતના કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં વ્હોરા બિરાદરો ઉમટી પડવાની સંભાવના છે. સૈયદના સાહેબે સમાજના ગરીબ લોકો માટે ટિફિન વ્યવસ્થા અને આરોગ્ય, શિક્ષગ સહિતના ક્ષેત્રે પાયાની જરૂરિયાત સામે આર્થિક મદદ પણ કરી હતી.

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ.

અનેરો ઉત્સાહ