તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાડા ત્રણ વર્ષની પુત્રી સાથે માતાએ ઝેરના પારખાં કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણમાં પતિના આપઘાત બાદ પત્નીનું કૃત્ય

જસદણમાંગુરુવારે સાંજે સાડા ત્રણ વર્ષની પુત્રી સાથે માતાએ ઝેરી દવા પી લેતા બન્નેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. એક મહિના પહેલાં મહિલાના પતિએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.

જસદણની વૃંદાવન સોસાયટીમાં રહેતા હેતલબેન રાધેશ્યામભાઈ કુબાવતે ગત ગુરુવારે સાંજે અગમ્ય કારણોસર તેની એકની એક સાડા ત્રણ વર્ષની દીકરી તન્વી કુબાવતને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. બન્નેની તબિયત વધુ લથડતાં વધુ સારવાર માટે માતાને પાળિયાદ તેમજ દીકરીને બોટાદ હોસ્પિટલમાં ખસેડી હતી, પરંતુ સારવાર મળે તે પૂર્વે હેતલબેને રસ્તામાં દમ તોડી દીધો હતો, જ્યારે તન્વીએ પણ તેની માતાએ દમ તોડ્યો હતો તે સ્થળે અંતિમ શ્વાસ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...