જસદણ પાલિકાએ પે એન્ડ યુઝ શૌચાલયનાં અંતે તાળાં ખોલ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણમાં ચિતલીયાના ટાંકા પાસે નગરપાલિકા તંત્ર દ્વારા લાખોના ખર્ચે નવું પે એન્ડ યુઝ શૌચાલય બનાવવામાં આવ્યું હતું. પરંતુ શૌચાલય બનાવ્યા બાદ તેની યોગ્ય સાફ-સફાઈ કામગીરી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતી ન હોવાથી નર્કાગાર સમાન બની જવા પામ્યું હતું.

આ અંગે વિસ્તારવાસીઓએ નગરપાલિકાનાં સત્તાધીશોને અનેકવાર મૌખિક રજુઆતો કરી હતી. છતાં આજદિન સુધીમાં પાલિકા તંત્ર દ્વારા એકપણ વખત જાહેર શૌચાલયની સાફ-સફાઈ કામગીરી કરવામાં આવી ન હોવાથી વિસ્તારવાસીઓ રોષે ભરાયા હતા અને જસદણ નગરપાલિકાનાં ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર આપી પ્રશ્ન હલ કરવા માંગ કરી હતી. પરંતુ જસદણ નગરપાલિકા તંત્રે પે એન્ડ યુઝ શૌચાલયની સફાઈ કામગીરી કરવાના બદલે

શૌચાલયને જ તાળું મારી દેતા વિસ્તારવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ અખબારી અહેવાલ ગત તા.4 નાં રોજ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતાની સાથે પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને પે એન્ડ યુઝ શૌચાલયને મારેલા તાળા ખોલવાની કામગીરી કરતા વિસ્તારવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

પે એન્ડ યુઝ શૌચાલયની સફાઈ કરવાના મુદ્દે પાલિકાની આળસ સામે ભારે રોષ
જસદણ નગરપાલિકાએ રાજાશાહી વખતની ઓળખ ધરાવતા ચિતલીયાનાં ટાંકાને ઘણના ઘા મારી લોકોની સુખાકારી માટે લાખોના ખર્ચે પે એન્ડ યુઝ શૌચાલય બનાવ્યું હતું. પરંતુ શૌચાલય બનાવ્યા બાદ તેની યોગ્ય જાળવણી નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતી ન હોવાથી નર્કાગાર સમાન બની જવા પામ્યું હતું. આ અંગે વિસ્તારવાસીઓએ નર્કાગાર બનેલા શૌચાલયની સાફ-સફાઈ કામગીરી કરવાની નગરપાલિકાને લેખિત રજૂઆત કરતા જસદણ નગરપાલિકા તંત્રે પે એન્ડ યુઝ શૌચાલયની સફાઈ કરવાના બદલે શૌચાલયને જ તાળા મારી દેતા વિસ્તારવાસીઓ ભારે રોષે ભરાયા હતા. પરંતુ દિવ્ય ભાસ્કરની ટીમે વિસ્તારવાસીઓની વ્યથાને અખબારનાં માધ્યમથી પ્રસિદ્ધ કરતા જસદણ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને શૌચાલયને મારેલા તાળા ખોલી લોકો માટે ખુલ્લું મુકવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...