Home » Saurashtra » Rajkot District » Jasdan » જસદણની સરકારી હોસ્પિટલ સામેનો વીજપોલ હવે જર્જરિત છતાં તંત્રનું મૌન

જસદણની સરકારી હોસ્પિટલ સામેનો વીજપોલ હવે જર્જરિત છતાં તંત્રનું મૌન

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:01 AM

મુખ્યમાર્ગ પર ઊભેલો વીજપોલ અકસ્માત નોતરી શકે છે છતાં વીજતંત્ર ઘોર નિદ્રામાં

  • જસદણની સરકારી હોસ્પિટલ સામેનો વીજપોલ હવે જર્જરિત છતાં તંત્રનું મૌન
    જસદણની એક માત્ર સરકારી હોસ્પિટલની સામે જ છેલ્લા ઘણા દિવસોથી વીજપોલ જોખમી હાલતમાં જોવા મળી રહ્યો છે. આ વીજપોલ પડુંપડું હાલતમાં હોવાથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. છતાં જવાબદાર વીજતંત્રનાં અધિકારીઓનાં પેટનું પાણી પણ હલતું નથી. જો જસદણ વીજતંત્ર દ્વારા તાત્કાલિક આ પડુંપડું હાલતમાં ઉભેલા વીજપોલને હટાવી નવો નાખવાની કામગીરી હાથ ધરવામાં નહી આવે તો આગામી દિવસોમાં ગંભીર અકસ્માત બનવાની શક્યતા સેવાઈ રહી છે.

    ઊભેલો વીજપોલ ક્યારે પડે તેની વીજતંત્ર રાહ જોઈ રહ્યું છે

    જસદણની સરકારી હોસ્પિટલનાં ગેટની સામે જ એક વીજપોલ છેલ્લા ઘણા દિવસોથી જોખમી હાલતમાં જોવા મળી રહ્યો છે. આ જોખમી વીજપોલ પાસેથી દરરોજ હજારો રાહદારીઓ તેમજ વાહનચાલકો પોતાના જીવના જોખમે પસાર થઇ રહ્યા છે. જો આ વીજપોલ પડે તો ગંભીર અકસ્માત બની શકે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. છતાં જસદણનું વીજતંત્ર જાણે કે પડુંપડું ઉભેલો વીજપોલ ક્યારે પડે અને કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાય તેની રાહ જોઈ બેઠું હોય તેવા ઘાટ હાલ જોવા મળી રહ્યા છે. જેથી જવાબદાર વીજતંત્ર દ્વારા ગંભીર અકસ્માત બન્યા પૂર્વે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રાહદારીઓ તેમજ વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ