તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Jasdan
 • જસદણમાં સીએમના હોર્ડિંગ્સ પર કાળો રંગ લગાવનાર 4 સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણમાં સીએમના હોર્ડિંગ્સ પર કાળો રંગ લગાવનાર 4 સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગેવાનોના બદલે ખુદ પોલીસને ફરિયાદી બનવું પડ્યું

આટકોટમાં40 કરોડના ખર્ચે નિર્માણાધીન માતુશ્રી કાશીબેન દામજીભાઈ પરવાડિયા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, પેરામેડિકલ કોલેજ અને મેડિકલ હોસ્ટેલનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને સંપન્ન થયું હતું. અગાઉ ભાજપ કાર્યાલય સામે લગાડવામાં આવેલા હોર્ડિંગ્સમાં મુખ્યમંત્રી રૂપાણીના ફોટા ઉપર કાળો રંગ લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ઘટનાની જસદણ પોલીસે યોગ્ય તપાસ કરી ચાર શખ્સ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમુક તોફાની તત્ત્વોએ સી.એમ.ના ફોટા ઉપર કાળી શાહીવાળો સ્પ્રે મારી ફોટા પાડી પોતાના ફેસબુકમાં વાઇરલ કર્યા હતા. મુખ્યમંત્રી વિષે ગેર સંસદીય ભાષાનો પ્રયોગ કરી કાર્યક્રમનો વિરોધ કરવા તેમજ એક-બીજાને ગુનાહિત સંદેશો મોકલી ગુનો આચરવાના બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.આ બનાવની જસદણ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ચાર શખ્સ વિરુધ્ધ યોગ્ય પુરાવા મળતા ગત 11મીની રાત્રે જસદણ પોલીસે જસદણના મયૂર ભરતભાઈ રૂપારેલિયા, મનોજ પાટીદાર, કલ્પેશ મોવલિયા(રહે-સાણથલી) અને સુનિલ ધીરૂભાઈ ખોખરિયા(રહે-આટકોટ) સહિત ચાર શખ્સ વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 427, 120બી મુજબનો ગુનો નોંધ્યો હતો .

રૂપાણીની શહેરમાં એન્ટ્રી સામે વિરોધ થયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો