તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જસદણ શહેર અને પંથકમાં કરા સાથે અડધાથી એક ઇંચ વરસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણમાંસોમવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો. પવનનાં સુસવાટા સાથે વરસાદ શરૂ થતા વીજતંત્રની પોલ છતી થઇ ગઈ હતી અને દોઢ કલાક સુધી શહેરભરમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જસદણમાં મેઘરાજાએ જમાવત કરતા અડધા કલાકમાં જસદણ શહેરમાં 16 મી.મી.વરસાદ ખાબક્યો હતો અને પંથકનાં ગઢડિયા,બાખલવડ સહિતના ગામોમાં એક ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતો તેમજ પશુપાલકોમાં હરખ છવાયો હતો.

વાવાઝોડા સાથે વરસાદ પડતા જાહેરાતોના બોર્ડ ઉડવા લાગ્યા હતાં જસદણ શહેરમાં વાવાઝોડાનાં સુસવાટા વચ્ચે મેઘરાજા મહેરબાન થતા રોડ ઉપર લાગેલા જાહેરાતોના બોર્ડ હવામાં ઉડવા લાગ્યા હતા પરંતુ કોઈ પણ નુકસાની થઇ નહોતી.

બીજી તરફ વાતાવરણમાં આવેલા પલટા બાદ પળવારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ જતાં શહેરના માર્ગો પર પાણી ભરાયા હતા. વરસાદને પગલે લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જારી, રવિવારે રાત્રે ધોધમાર 1થી 3 ઈંચ વરસાદ

નવસારી/વડોદરા | રાજ્યમાંચોથા દિવસે પણ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જારી રહી હતી. દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે લોકોને ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો. નવસારી પંથક, વડોદરા, વાપીમાં રવિવારે રાત્રે 1થી 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. સોમવારે સાંજે 4 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન નવસારીમાં 4 મિ.મિ., જલાલપોરમાં 13 મિ.મિ., ગણદેવીમાં 4 મિ.મિ., ચીખલીમાં 21 મિ.મિ., વાંસદામાં 35 મિ.મિ. અને ખેરગામમાં 20 મિ.મિ. વરસાદ નોંધાયો હતો. પારડીના ખડકી ભંડારવાડમાં વરસાદી માહોલ વચ્ચે પાંચ ઘરોના પતરા ઉડી ગયા હતા. ડેસર તાલુકામાં મોડી રાત્રેવાવાઝોડા સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશીય થયા હતા.

જસદણમાં તોફાની પવન સાથે કરા અને વરસાદ વરસતા અેક ઈંચ પાણી પડી ગયું હતું.

વાવાઝોડા સાથે વરસાદ પડતા જાહેરાતોના બોર્ડ ઉડ્યાં

વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો

અન્ય સમાચારો પણ છે...