તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જસદણમાં સ્વામિનારાયણ મંદિરે સહજાનંદી સભા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ : જસદણમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર કૈલાશનગરના સંસ્થાપક શાસ્ત્રી સ્વામીશ્રી ભક્તિજીવનદાસજી પ્રેરિત સહજાનંદી સભા-3નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જસદણ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આગામી તા.1ને રવિવારે રાત્રે 9-૩૦થી11 વાગ્યા સુધી સહજાનંદી સભા-3નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ડો.કટેશીયા હોસ્પિટલની બાજુમાં કરવામાં આવ્યું છે. જેમાં સુરત ગુરુકુળનાં વિદ્વાન શાસ્ત્રી શ્રી અચલજીવનદાસજી “ભક્ત સમુદાય માટે સર્વસુલભ અનન્ય સાધન આશરો” વિષય પર તેમની આગવી હળવી શૈલીમાં વિસ્તૃત વિવેચન આપશે. આ પ્રસંગે પુરાણીશ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીનાં આશીર્વાદ પ્રાપ્ત થશે. જેથી આ સહજાનંદી સભા-3નો લાભ લેવા શાસ્ત્રીશ્રી ધર્મનંદનદાસજી સ્વામી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...