તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Jasdan
  • જસદણના બજરંગનગરમાં રહેતા યુવાનોએ ગરીબ બાળકોને ફ્રૂટ વિતરણ કર્યું

જસદણના બજરંગનગરમાં રહેતા યુવાનોએ ગરીબ બાળકોને ફ્રૂટ વિતરણ કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ : આજના સમયમાં લોકો ઉત્સવ અને તહેવાર સમયે ખોટા ખર્ચ અને દેખાડા કરવામાં વ્યસ્ત રહે છે. ત્યારે જસદણના બજરંગનગર વિસ્તારમાં રહેતા યુવા સામાજિક કાર્યકર અર્જુનભાઈ ભટ્ટ અને તેમના મિત્રો વિરેન્દ્રભાઈ મકવાણા, કરશનભાઇ ઘાંઘળ દ્વારા ભીમ અગિયારસના પવિત્ર તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જસદણનાં આટકોટ રોડ પર આવેલ બાયપાસ સર્કલ પાસે ઝૂંપડામાં રહેતા અને મજૂરીકામ કરતા પરિવારના બાળકોને ફ્રુટ વિતરણ કરીને લોકોને નવી પ્રેરણા આપી હતી. યુવાનોએ ગરીબ બાળકોને ફ્રુટ વિતરણ કર્યા બાદ જે ખુશી મેળવી છે તે તેમના ચેહરા પર સ્પષ્ટ જોવા મળી હતી. આ યુવાનોનું આ સેવાભાવી કાર્ય અન્ય યુવાનો અને વડીલો માટે પણ પ્રેરણાદાયી બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...