તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Jasdan
  • આટકોટ બસ સ્ટેન્ડમાં રાજકોટ, ભાવનગર, જામનગર, અમરેલી, પાલીતાણા, મહુવા, જસદણ,

આટકોટ બસ સ્ટેન્ડમાં રાજકોટ, ભાવનગર, જામનગર, અમરેલી, પાલીતાણા, મહુવા, જસદણ,

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આટકોટ બસ સ્ટેન્ડમાં રાજકોટ, ભાવનગર, જામનગર, અમરેલી, પાલીતાણા, મહુવા, જસદણ, ગારીયાધાર, બાબરા સહિતના ડેપોની એસ.ટી. બસો બહોળા પ્રમાણમાં સ્ટોપ કરે છે. આ ઉપરાંત ખાનગી વાહનો પણ આટકોટ બસસ્ટેન્ડ નજીક બમણા પ્રમાણમાં સ્ટોપ કરે છે. આટકોટમાં બસસ્ટેન્ડ હોવાથી એસ.ટી. તંત્ર મુસાફરો પાસેથી ભાડા પેટે લાખો રૂપિયા કમાણી કરે છે છતાં મહિલા મુસાફરો માટે સુલભ શૌચાલયની સુવિધા આપી શકતું નથી. આટકોટમાં બસસ્ટેન્ડ નજીક મહિલાઓ માટે એક અલગ સુલભ શૌચાલય બનાવવામાં એસ.ટી.તંત્રના અધિકારીઓ અને ગ્રામ પંચાયતના સરપંચો તેમજ તલાટી મંત્રીઓ સહિતના નિષ્ક્રીય રહ્યા છે અને મારું શું એવી નીતિ અપનાવી રહ્યા હોવાથી મહિલા મુસાફરોમાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જેથી આટકોટ ગ્રામ પંચાયત અને એસ.ટી. તંત્ર દ્વારા સહિયારો પ્રયાસ પ્રયાસ કરી મહિલાઓ માટે એક અલગ સુલભ શૌચાલય ઉભું કરવામાં આવે તેવી પ્રવાસીઓમાં માગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...