તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુમાર પ્રાથમિક શાળાએ કબડ્ડીમાં તૃતીય સ્થાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ : ગુજરાત સરકાર અને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી રાજકોટના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ગોંડલનાં એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની અંડર 14 કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં જસદણ તાલુકાની શ્રી કાળાસર કુમાર પ્રાથમિક શાળાએ અંડર 14 કબડ્ડી સ્પર્ધા (ભાઇઓ)માં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. આ તકે આ શાળાના શિક્ષક અને ટીમના કોચ વલ્લભભાઈ સાકરિયા તેમજ મગનભાઈ વાળાએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...