Home » Saurashtra » Rajkot District » Jasdan » Jasdan - આટકોટમાં ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં 54 કૃતિઓ ખુલ્લી મુકવામાં આવી

આટકોટમાં ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં 54 કૃતિઓ ખુલ્લી મુકવામાં આવી

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:31 AM

જસદણ : જસદણની મોર્ડન સ્કૂલમાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં...

  • Jasdan - આટકોટમાં ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં 54 કૃતિઓ ખુલ્લી મુકવામાં આવી
    જસદણ : જસદણની મોર્ડન સ્કૂલમાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની કુલ 54 જેટલી કૃતિઓનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રદર્શન નિહાળવા માટે તાલુકાની જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા. આ તકે આટકોટ વિવેકાનંદ શૈક્ષણિક સંકુલની વિદ્યાર્થીનીઓ ક્રિષ્ના સાપરા, દ્રષ્ટિ વાઘેલા અને નેન્સી ચોથાણીએ તેજલબેન વાળાનાં માર્ગદર્શન હેઠળ કચરાનું વ્યવસ્થાપન અને સંરક્ષણ વેસ્ટ પ્લાસ્ટિક માંથી ડીઝલ બનાવવાનો પ્રયોગ રજુ કર્યો હતો. જેમાં આ વિદ્યાર્થીનીઓએ માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. જીલ્લા કક્ષાનાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં પસંદગી પામતા સંસ્થાના ડીરેક્ટર સંજયભાઈ, બીપીનભાઈ શેખલીયા અને એચઓડી દીક્ષીતાબેન પંચોલી સહિતના સ્ટાફ પરિવારે ગૌરવની લાગણી અનુભવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ