• Home
  • Saurashtra
  • Rajkot District
  • Jasdan
  • Jasdan - 1977થી વડોદરા, મુંબઈ, ગોંડલ, રાજકોટ સહિતના સેન્ટરોમાં ચિત્ર પ્રદર્શન કરી ચુક્યા છે

1977થી વડોદરા, મુંબઈ, ગોંડલ, રાજકોટ સહિતના સેન્ટરોમાં ચિત્ર પ્રદર્શન કરી ચુક્યા છે

કલા સાધના જસદણનાં ક્રિએટિવ ચિત્રકારે 500થી વધુ પેન્ટિંગ બનાવ્યા

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:31 AM
Jasdan - 1977થી વડોદરા, મુંબઈ, ગોંડલ, રાજકોટ સહિતના સેન્ટરોમાં ચિત્ર પ્રદર્શન કરી ચુક્યા છે
જસદણ શહેરના ચિત્રકાર માધવ બારૈયાએ જસદણ તેમજ રાજકોટ જીલ્લાના સમગ્ર વિસ્તારમાં પોતાના પેઈન્ટીંગ દ્વારા ખ્યાતી મેળવી છે. તેમણે 1977માં મુંબઈ તેમજ અમદાવાદમાં ચિત્રકામનો કસબ અજમાવીને રાજકોટ અને જસદણમાં સ્થાયી થયા હતા. ચિત્રકાર માધવ બારૈયાને જન્મ જાતથી જ ચિત્રો દોરવાની કળા હાંસલ થઇ હતી. આજે ફાઈનઆર્ટનાં તેમજ એ.ટી.ડી.નાં વિદ્યાર્થીઓ તેમનો આદર કરે છે અને તેમની પાસેથી પેઇન્ટિંગનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. હાલ તેઓની પાસે 100 જેટલા પેઈન્ટીંગ્સ ક્રિએશન સર્જન પામેલા છે.

મ્યુરલ અને પોટ્રેટ(વ્યક્તિચિત્ર) સહિતના ચિત્રો બનાવી ચૂકવ્યા છે

જસદણનાં ચિત્રકાર માધવ બારૈયાએ બે વર્ષ પહેલા જુનાગઢનાં પ્રેરણાધામમાં 40X42 નું મ્યુરલ ચિત્ર એર કમ્પ્રેસરથી બનાવ્યું હતું. મ્યુરલ ચિત્ર ફક્ત દસ દિવસમાં બનાવી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ મ્યુરલ ચિત્ર લાલગેબી સાહેબનું બનાવ્યું હતું. કોઈ પણ વ્યક્તિનો ફોટોગ્રાફ ન હોય તેના કુટુંબનાં સભ્યોના વર્ણન ઉપરથી અનેક પોટ્રેટ(વ્યક્તિચિત્ર) બનાવી ચુક્યા છે. આવનારા સમયમાં રાજકોટ, ભાવનગર, વડોદરા અને મુંબઈ જેવા મહાનગરોમાં પોતાના ચિત્રોનું પ્રદર્શન યોજવાની હાલ તેઓ તૈયારી કરી રહ્યા છે. તેઓનાં માનીતા ચિત્રકારો એમ.એફ.હુસેન, પાબ્લો પિકાસો, વિન્સિત વાનઘોઘ, લિયોનાર્ડો દ વિન્સી, તૈયબ મહેતા, અમૃતા શેરગીલ, રાજા રવિવર્મા, પ્રતાપસિંહ જાડેજા, સનત ઠાકર (રાજકોટ) સહિતનાં ચિત્રકારો તેઓના આદરણીય ચિત્રકારો છે.

મને પહેલા ધોરણથી જ ચિત્રો બનાવવાનો શોખ જાગ્યો હતો: માધવ બારૈયા

આ અંગે જસદણનાં ખ્યાતનામ ચિત્રકાર માધવ બારૈયાએ જણાવ્યું હતું કે, મને પહેલા ધોરણથી જ ચિત્રો બનાવવાનો શોખ જાગ્યો હતો. મેં પહેલા ધોરણમાં એક પેઈન્ટીંગ બનાવ્યું હતું અને ત્યારથી મેં ચિત્રકામની શરૂઆત કરી હતી. આજદિન સુધીમાં 500 જેટલા જીવનચરિત્ર સહિતના પેઈન્ટીંગ બનાવ્યા છે. 1977માં વડોદરા(સોખડા), 1988માં ગોંડલ મોંઘીબા હાઇસ્કૂલ અને 1999માં રાજકોટ શિલ્પ આર્ટગેલેરી વગેરે જગ્યાએ ચિત્ર પ્રદર્શન થયેલ હતા. મેં 10માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને હું મુંબઈ, અમદાવાદ સહિતના સેન્ટરોમાં પ્રદર્શન કરી ચુક્યો છું. આવનારા સમયમાં હજુ પણ અવનવા પેઈન્ટીંગ બનાવીને ચિત્ર પ્રદર્શન કરવાની અંતમાં આશા વ્યક્ત કરી હતી.

X
Jasdan - 1977થી વડોદરા, મુંબઈ, ગોંડલ, રાજકોટ સહિતના સેન્ટરોમાં ચિત્ર પ્રદર્શન કરી ચુક્યા છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App