• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • સલાયા ગામમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ

સલાયા ગામમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારના સલાયા-ખંભાળિયા રોડ પર ચેક પોસ્ટ પાસે દર રવિવારની જે ગુજરી બજાર ભરાઇ હતી.ગુજરી બજાર ભરાવાના કારણે ટ્રાફીક વધુ રહેતો હોય નિયમન તથા વાહનોના ચેકીંગ માટે સલાયા પોલીસમાં ફરજ બજાવતા અનઆર્મ્ડ પોલીસ કોન્સટેબલ ભાયાભાઇ સગાભાઇ ગોજીયા ફરજ પર હતાં.આ દરમ્યાન બપોરે 1.25 કલાક આસપાસ ડસ્ટર ગાડી નં. જીજે10 બીજી6281 પૂર ઝડપે બેફીકરાઇથી ચલાવીને નીકળતા પો.કો.ભાયાભાઇએ કારને રોકી તેમાં સવાર ત્રણ શ્રીમંત નબીરા પાસે ડ્રાઇવીંગ લાયસન્સ,કાગળો,કારમાં લગાડેલી બ્લુ ફીલ્મ બાબતે પૂછપરછ કરી કારનો સીટ બેલ્ટ બાંધ્યો ન હોય ટપાર્યા હતાં.આથી કારમાં સવાર રિઝવાન યાસીન સુંભણીયા તથા તેની સાથેના બે તરૂણે પો.કો.ભાયાભાઇના યુનિફોર્મનું શર્ટનું કોલર પકડી ઝપાઝપી કરી બે બટન તોડી નાખ્યા હતાં.આથી પોલીસકર્મી દોડી આવ્યા હતા અને ત્રણેય શખ્સોને અટકાવ્યા હતાં.બનાવ અંગે પો.કો.ભાયાભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે રીઝવાન અને બે તરૂણ સામે ફરજમાં રૂકાવટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...