ઓખાની યુવતી અને પ્રૌઢની હત્યામાં ત્રિપુટીને ઝડપી લેવાઇ

પાઇપના ઘા મારીને યુવતી-પ્રૌઢનંુ ઢીમ ઢાળી દેવાયું

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:56 AM
ઓખાની યુવતી અને પ્રૌઢની હત્યામાં ત્રિપુટીને ઝડપી લેવાઇ
ભાસ્કર ન્યુઝ.દ્રારકા/ખંભાળીયા

ઓખામાં ગત બુધવારે રાત્રીના રહેણાંક મકાનના ફળીયામાં આરતીબેન બાબભા માણેક (ઉ.વ.38) અને એ જ વિસ્તારમાં રહેતા સુલેમાન બિલાલ સીદી (ઉ.વ.55)ના બોથડ પર્દાથના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરાયેલા મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે જુદી જુદી છ ટીમો બનાવીને હાથ ધરેલી સધન તપાસ દરમ્યાન ગુરૂવારે પોલીસે ઓખામાં જ રહેતા રાજુભા ભીખુભા કેર, પલાસ ઉર્ફે ભોલો કરશનભાઇ અઘેરા અને મનોજ ઉર્ફે વિનોદ સંજોગને પણ દબોચી લીધા હતા.

પ્રાથમિક પોલીસ પુછપરછ દરમ્યાન પકડાયેલા શખ્સોએ લોખંડના પાઇપના ઘા ઝીંકીને યુવતિ અને પ્રૌઢની ઘાતકી હત્યા નિપજાવ્યાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી.ત્રિપલ સવારી બાઇકમાં મોડી રાત્રે યુવતિના ઘરે ધસી ગયેલા ઉપરોકત શખ્સે અઘટિત માંગણી કર્યા બાદ ઇન્કાર કરાતા ઉશ્કેરાઇને યુવતિ અને બાદમાં પ્રૌઢ સહીત બેવડી હત્યાને અંજામ આપ્યાનુ સુમાહિતગાર સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.

પોલીસે બેવડી હત્યા કાંડમાં વપરાયેલા હથિયાર ઉપરાંત કપડા અને વાહન કબજે કરી તમામ કડીઓ મેળવવા માટે પકડાયેલા શખ્સોની ઘનિષ્ઠ પુછપરછ માટે રીમાન્ડની તજવિજ હાથ ધરી છે.

X
ઓખાની યુવતી અને પ્રૌઢની હત્યામાં ત્રિપુટીને ઝડપી લેવાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App