તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ભૂગર્ભ ગટર યોજના અને રસ્તાના કામો હલકી ગુણવત્તાના થયા હોવાનો આક્ષેપ

ભૂગર્ભ ગટર યોજના અને રસ્તાના કામો હલકી ગુણવત્તાના થયા હોવાનો આક્ષેપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા શહેરમાં છેલ્લા આશરે ચારેક વર્ષથી ચાલી રહેલા પાઇપ લાઇનના કામો તથા રસ્તાઓની હલકી ગુણવતા સંદર્ભે વ્યાપક ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ખંભાળિયા શહેરના તમામ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજનાના વિવિધ કામો આશરે 45 થી 50 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે ખૂબ જ ધીમી ગતિએ ચાલતા કામો ચાર વર્ષે પણ પુરા થયા નથી અને આટલું જ નહીં ભૂગર્ભ ગટરની કામગીરીમાં માલ-સામાન હલકી ગુણવતાવાળા ઉપયોગમાં લેવાયા હોવાના ગંભીર આક્ષેપો નગરપાલિકાના વિપક્ષી સદસ્યો દ્વારા કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ભૂગર્ભના હાઉસ કનેકશનો પણ યોગ્ય લેવલમાં ન હોવા ઉપરાંત ચેમ્બરોની લાઇનો લેવલ વગરની હેાવા ઉપરાંત નબળી ગુણવતાવાળા ઢાંકણાઓ પર વારંવાર તૂટી રહયા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે અને આ મુદ્દે વિપક્ષના પૂર્વ નેતા સુભાષ પોપટ દ્વારા સમયાંતરે અવાર-નવાર પાલિકાના સતાધીશો સમક્ષ લેખિત તથા મૌખિક રજુઆતો પણ કરવામાં આવી છે.

આ અધુરી અને ભ્રષ્ટાચાર સમાન ભૂગર્ભ ગટર યોજના નગરપાલિકા સતાવાળાઓએ ન સંભાળવી જોઇએ તેવો સ્પષ્ટ અભિપ્રાય રજુ કરી પૂર્વ વિપક્ષી નેતા દ્વારા પાલિકા દ્વારા જો આ ભ્રષ્ટાચારમાં યેન-કેન પ્રકારે સહભાગી થશે તો આંદોલન કરવાની ફરજ પડશે તેવી લેખિત ચિમકી નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ તથા કારોબારી ચેરમેનને આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...