તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Jamkhambhaliya સલાયાના હેરોઇનમાં ઝડપાયેલા વધુ એક આરોપીના 7 દિવસના રિમાન્ડ

સલાયાના હેરોઇનમાં ઝડપાયેલા વધુ એક આરોપીના 7 દિવસના રિમાન્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ|જામનગર,ખંભાળિયા

સલાયા નજીક સોડસલા ગામ પાસેથી ગત 12મી ઓગષ્ટના રોજ એટીએસની ટીમે પુર્વ બાતમીના આધારે દરોડો પાડી રૂ.પાંચ કરોડની કિંમતના 4.950 કિલોગ્રામ માદક પર્દાથ હેરોઇનના જથ્થા સાથે અજીજ અબ્દુલ ભગાડને ઝડપી લીધો હતો.ત્યારબાદ રફીક આદમ સુમરાની પણ ધરપકડ કરાયા બાદ બંનેને જેલ હવાલે કરાયા હતા.આ પ્રકણરમાં કાશ્મીરના નજીર અહેમદ લાસી મોહમદની પણ સંડોવણી બહાર આવતા એટીએસે તેની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

પુછપરછમાં અરસદ અબ્દુલ રજાક સોતા ઉર્ફે રાજુ દુબઇની પણ સંડોવણી બહાર આવી હતી. જેથી એટીએસ તેની અટકાયત કરી બુધવારે ખંભાળીયાની કોર્ટમાં રજુ કરી સાત દિવસના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકરણમાં પકડાયેલા આરોપીઓની પુછપરછમાં 300 કિલો હેરોઇનનો જથ્થો પાકીસ્તાનથી દરીયાઇ માર્ગે જખૌ ખાતે મંગાવવામાં આવ્યો હોવાનુ બહાર આવ્યુ હતુ.જેને આરોપી અજીઝ ભગાડના વહાણમાં માંડવીના દરીયામા લાવવામાં આવ્યા અન્યત્ર પહોચાડાયો હોવાનુ પુછપરછમાં ખુલ્યુ હતુ.ખંભાળીયાના સરકારી વકિલ કિશોરભાઇ વડગામાએ અદાલતમાં વિવિધ મુદાઓની તપાસ માટે આરોપીના 14 દિવસના રીમાન્ડની માંગણી કરી હતી જેને ધ્યાને લઇ અદાલતે આરોપીને સાત દિવસના રીમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...