તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Jamkhambhaliya ખંભાળિયા ગામે વીજ ચેકિંગમાં ગયેલી ટીમ પર 2 શખ્સનો હુમલો

ખંભાળિયા ગામે વીજ ચેકિંગમાં ગયેલી ટીમ પર 2 શખ્સનો હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયાહાટીનાનાં ખંભાળિયા ગામે વાડી વિસ્તારમાં ચોરવાડ પીજીવીસીએલની ટીમ ચેકિંગમાં ગયેલ ત્યારે બે શખ્સોએ હુમલો કરી ઇજા પહોંચાડી જુનિયર ઇજનેરનો શર્ટ ફાડી નાંખી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ ચોરવાડ પીજીવીસીએલમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા નારણભાઇ ડાયાભાઇ ચાવડા અને તેમની ટીમ ખંભાળિયા ગામે સીમ વિસ્તારમાં વાડી ધરાવતા રાજા ભીમા પટાટની વાડીએ વીજ ચેકિંગમાં ગયેલ ત્યારે રાજા પટાણ સહિતનાં શખ્સોએ સ્ટાફને બેફામ ગાળો કાઢી લાકડી અને ઢીકાપાટુથી માર મારી ઇજા પહોંચાડી હતી. એટલું જ નહીં જુનિયર ઇજનેરનો શર્ટ ફાડી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે રાજા પટાટ સહિત બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ઇન્ચાર્જ પીએસઆઇ એમ.પી.ચુડાસમાએ આગળની તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય બની રહેશે કે, ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકીંગમાં જતી પીજીવીસીએલની ટૂકડીઓ પર હુમલાનાં બનાવો બનતા રહે છે. જો કે, મોટી ડ્રાઈવમાં સુરક્ષા કર્મીઓનાં સ્ટાફને પણ સાથે રખાઈ છે.

અન્ય સમાચારો પણ છે...