તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Jamkhambhaliya ખંભાળિયાના પોશ રહેણાકમાં શોર્ટ સર્કિટથી વૃક્ષની ડાળી પડી

ખંભાળિયાના પોશ રહેણાકમાં શોર્ટ સર્કિટથી વૃક્ષની ડાળી પડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયાના પોશ રહેણાંક વિસ્તાર એવા મિલ કમ્પાઉન્ડમાં બુધવારના રાત્રીના સમયે મેઇન રોડ પર આવેલા એક બંધ વંડામાં ઝાડના કારણે આ સ્થળે આવેલા પીજીવીસીએલના એક વિજપોલ પરના સબ સ્ટેશનમાં શોર્ટ સર્કીટ થવાના લીધે વૃક્ષની ડાળીઓ પડી જતા અફડા તફડી મચી જવા પામી હતી.

ખંભાળિયામાં બુધવારના પોશ રહેણાંક વિસ્તારમાં રાત્રીના સમયે વિજળીના તણખા ઝરતાં થોડો સમય લતાવાસીઓમાં ભયનો માહોલ છવાયો હતો અને ઝાડની ડાળીઓ રોડ પર પડતાં રસ્તો બંધ થઇ ગયો હતો. સદ્દનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી. આ અંગે નગરપાલિકાના પ્રમુખને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવતા પાલિકાના સ્ટાફ દ્વારા તુરંત ઘટના સ્થળે આવી ડાળીઓ કાપીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...