• Gujarati News
  • ખંભાળિયા |ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે દેશી દારૂની પ્રવૃતિ મોટા પાયે

ખંભાળિયા |ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે દેશી દારૂની પ્રવૃતિ મોટા પાયે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા |ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે દેશી દારૂની પ્રવૃતિ મોટા પાયે થતી હોવાથી પોલીસે ભાડથર ગામની સીમમાં રહેતા ગઢવી દલુ જેસા રૂડાચના રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. સ્થળેથી પોલીસે દેશી દારૂનો તૈયાર જથ્થો તેમજ દારૂ બનાવવાનો આથો કબજે કર્યો હતો. સાથે ઘરમાં રહેલા જીજે-10બીડી-5296 નંબરનું રૂા. 30 હજારની કિમતનું હીરો હોન્ડા સપ્લેન્ડર બાઇક ગેસનો ચુલો, બેરલ સહિતનો કુલ રૂા. 31,540નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. દરોડા દરમ્યાન અારોપી દલુ જેસા રૂડાચ ફરાર થઇ જતાં પોલીસે ગુનો નોંધી સમગ્ર બનાવ અંગે હેડ કોન્સ. વીરાભાઇ સુવાએ ધોરણસર તપાસ હાથ ધરી છે.

ખંભાળિયામાં ભાડથર ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ