તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ભારતીય મજદૂર સંઘ દ્વારા િજલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

ભારતીય મજદૂર સંઘ દ્વારા િજલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાિજલ્લા કલેકટર એચ.કે. પટેલને ભારતીય મજદુર સંઘ દ્વારા એક આવેદનપત્ર આપીને વિવિધ બાર માંગણીઓ વડાપ્રધાનને સંબોધીને જણાવાઇ હતી.

બાર વિવિધ માંગણીઓમાં મજુર કાયદાનો કડક રીતે અમલ કરવો, દંડને બદલે સજાની જોગવાઇ કરવી, તમામ કામદારોને સામાજિક સુરક્ષામાં લાવવા, લઘુતમ વેતન બધા માટે રૂા. 15000 કરવુ પેન્શન તમામને રૂા. ત્રણ હજાર કરવું તથા રાજયમાં ડિસ્ઇન્વેસ્ટમેન્ટ કરવાનું બંધ કરવું કાયમી જગ્યા પર કોન્ટ્રાકટ પ્રથા બંધ કરવી, બોગસ તથા પીએફમાં સીલીગ નાબૂદ કરી બધાને લાભ આપવો, વિ. મુદ્દા પર તુરત કાર્યવાહી માંગ થઇ હતી.

ડીફેન્સ તથા રેલવે અને ટેલીકોમ જેવા મોટા ક્ષેત્રોમાં વિદેશી પુંજીનું રોકાણ બંધ કરવું તથા તમામ બાબતે કમિટી દ્વારા ચર્ચા-વિચારણા કરીને સમજૂતીની માંગ કરાઇ છે. આવેદનપત્રમાં અેમ.વાય.બ્લોચ, હસમુખભાઇ ધોળકીયા, દીપક કહેર, જયોર્જ સેમ્યુઅલ,ભુરા, કે.એચ.જોશી સહિત કામદાર અગ્રણી જોડાયા હતાં અને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...