તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવિધ સ્પર્ધાઓનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામખંભાળિયા તાલુકાનો યુવક મહોત્સવ ઉજવાશે

ખંભાળિયાતાલુકા મથક મહોત્સવનું આયોજન આગામી સોમવાર તા. 19મીના રોજ અહિની લીટલ સ્ટાર સ્કુલ ખાતે યાેજવામાં આવ્યો છે.

જિલ્લા રમત-ગમત અધિકારીની ઉપસ્થિતિમાં મહોત્સવમાં વિભાગ,બ વિભાગ તથા ખુલ્લો વિભાગ એમ ત્રણ વિભાગોમાં સ્પર્ધાઓ યોજાશે જેમાં વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ગઝલ, શાયરી, લેખન, કાવ્ય, દોહા, છંદ, ચોપાઇ, લોકવાર્તા, શીધ્ર વકતૃત્વ, શાસ્ત્રીય નૃત્ય એકપાત્રીય અભિનય, ભજન, સમુહગીત, સીતાર, વીણા, વાંસળી, મૃદંગ, ગીટાર, તબલા વિગેરે વાજીંત્રોની પણ સ્પર્ધાઓ થશે.

વિભાગની કુલ નવ, વિભાગની કુલ ચૌદ તથા ખુલ્લા વિભાગની 19 આઇટમો મળી, કુલ 42 આઇટમો અંગે તાલુકા રમત-ગમત કન્વીનર તથા યુવક મહોત્સવના ઇન્ચાર્જ હિતેન્દ્રભાઇ આચાર્ય, વિજય ચેરી. હાઇસ્કુલનો સંર્પક સાધવા એક યાદીમાં જણાવાયું છે. િજલ્લા રમત-ગમત અધિકારી દ્વારા 16/17ની આયોજન પુસ્તિકામાં અંગેની વિગતો મળી રહેશે તેમ વધુમાં જણાવાયું છે.

સાથે સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવનો પણ પ્રારંભ થયો હોય આવનારા દિવસો સૌરાષ્ટ્રના યુવાનો સ્ટેજ પર થનગનાટ કરતા જોવા મળશે. અને સાથે અનેક નવી પ્રતિભાઓ ખિલશે.

અન્ય સમાચારો પણ છે...