તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકા સ્ટેશનના વિકાસને આવકારાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવે બજેટને આવકારતા ખંભાળિયા ભાજપ અગ્રણીઓ

રેલવે તંત્રની તમામ સુવિધાઓને આવકારવામાં આવી છે

ભાસ્કરન્યૂઝ. ખંભાળિયા

કેન્દ્રીયરેલવે મંત્રી સુરેશ પ્રભુએ ગઇકાલે ગુરૂવારે રજુ કરેલ રેલવે બજેટને દ્વારકા િજલ્લા ભાજપ અગ્રણીઓએ આવકાર્યુ છે દ્વારકા િજલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, પૂર્વ ધારાસભ્ય તથા સૌરાષ્ટ્ર કચ્છ જળ સંચય યોજનાના પ્રમુખ મેઘજીભાઇ કણઝારીયાએ ભાડા વધારો કર્યા વગર અનેક નવી સવલતો સાથે તેજસ ટ્રેઇનથી માંડીને અંત્યોદય ટ્રેઇન સુધીની વિવિધ વિશેષતાવાળી ટ્રેઇનો તથા સગવડોને આવકારી છે.

દ્વારકા િજલ્લા પંચાયત ઉપપ્રમુખ ગીતાબા વાઢેર, તા.પં. પ્રમુખ મશરીભાઇ નંદાણીયા, પાલિકા પ્રમુખ શૈલેષ કણઝારીયા, શહેર ભાજપ પ્રમુખ અનિલ તન્ના, તાલુકા પ્રમુખ રવજી ખીમા, પૂર્વ જિ.પં.ઉપપ્રમુખો હિરાબેન હરીભાઇ, હરીભાઇ વાલજી નકુમ, જી.પં. ના સદસ્ય મયુરભાઇ ગઢવી, મહીલા સેલ જિ. પ્રમુખ જૈમિનીબેન મોટાણી, પૂર્વ શહેર પ્રમુખ યોગેશ મોટાણી, પૂર્વ પાલિકા પ્રમુખને દિનેશભાઇ દતાણી, જયેશ ગોકાણી, પી.એમ. ગઢવીએ પણ આવકાર્યુ છે.

મહિલાઓ માટે 33 ટકા રીઝર્વેશન કવોટા, વૃધ્ધો માટે ખાસ વ્યવસ્થા, આસ્થા ધાર્મિક સ્થળોને જોડતી સર્કિટ ટ્રેઇન, ડબ્બો ગંહો હેાય તો સાફ કરવા એસએમએસ યોજના, સૌરાષ્ટ્ર-ગુજરાત ડબલ ટ્રેક માટે રૂા. 240 કરાેડની ફાળવણી, પ્રવાસીઓની સવલતો વધારવાની વિવિધ યોજના, સગવડો વધારવા સોશ્યલ મીડીયાનો ઉપયોગ વિગેરે બાબતોને દ્વારકા ભાજપના અગ્રણીઓએ આવકારી છે.

રેલવે બજેટમાં વખતના બજેટમાં કોઇ નવી આપવામાં આવી નથી.આ અગાઉ પણ દ્વારકાની માટે ફાળવાયેલી ટ્રેન બાબતે પણ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આમ રેલવેના વખતના બજેટમાં સૌરાષ્ટ્રની માટે કોઇ વિશેષ સુવિધાઓ ફાળવાય નથી.છતાં પણ આગેવાનો દ્વારા બજેટ આવકારાયું છે.

અન્ય સમાચારો પણ છે...