તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે ઓખા નગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની શાખ દાવ પર લાગી છે. તાજેતરમાં ખાલી પડેલા વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી માટે જિલ્લાચૂંટણી અધિકારીએ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને કુલ 4 ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. પરંતુ તેમાથી બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા હવે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામ સામે લડી લેવા મથી રહ્યાં છે.

ઓખા નગર પાલિકાના વોર્ડ નંબર 3માં રોહિતભાઈ કાકુભાઈ સિંધવાએ પોતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે રાજીનામું આપ્યું હતું. જેના કારણે વોર્ડ નંબર 3માં પેટા ચૂંટણીની ફરજ પડી હતી. જેના અનુસંધાને ગત તારીખ 8ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી ઉંધાડે ઓખા નગરપાલિકાની પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમા ચૂંટણી માટે કુલ ચાર ફોર્મ ભરાયા હતા. જેમાંથી બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. હવે, વોર્ડનંબર 3ની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં છે. ઓખા નગર પાલિકાના વોર્ડનંબર 3 ની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ તરફથી કમલેશભાઈ પીઠાભાઈ રોશીયા અને ભાજપ તરફથી કાંતિભાઈ માવજીભાઈ ચાવડાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં આજે મતદાન થશે.

ઓખા નગર પાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી ભાજપ પક્ષ માટે કરો યા મરો જેવી સ્થિતિ થઈ છે. પહેલા યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવારની હાર થઈ હતી. જેના પગલે ભાજપના કાર્યકરો દ્વારા પેટા ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે અનેક પ્રકારના પ્રલોભનો આપ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા ઓખામાં કોંગી મહિલાના ઘરે જઈને મારા મારી બનાવ બન્યો છે.

મતદારોને રીઝવવા માટે થતા અનેક પ્રયાસો

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં

અન્ય સમાચારો પણ છે...