• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. ધરમપુર

ભાસ્કર ન્યૂઝ. ધરમપુર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ધરમપુર

ખંભાળિયાનાધરમપુરમાં એસટી બસ સ્ટેશનની પાછળ આવેલી રજપૂત સમાજની વાડી પાસે જુનો બે વર્ષ પહેલાં બનાવેલો પુલ તોડી પાડવામાં આવ્યો હતો અને નવો પુલ ઘણા લાંબા સમયથી બનાવવાની કામગીરી શરૂ થયેલી હતી. પરંતુ છેલ્લા ૨૦ દિવસથી કામગીરી સદંતર બંધ હતી. જેને લઇને ગત બુધવારે અહેવાલ પ્રસિધ્ધ થયો હતો.

જેમાં વિસ્તારમાં રહેતા રહેવાસીઓને પડતી મુશ્કેલી તેમજ અહીં આવેલી બે સ્કૂલોના વિદ્યાર્થીને આવવા-જવામાં પડતી તકલીફને લઇને વિસ્તૃત અહેવાલ પ્રસિધ્ધ થયો હતો. જેને લઇને તંત્ર અને કોન્ટ્રાકટર તુરંત કાર્યવન્ત થયા છે. ધરમપુરમાં આવેલા પુલનું બંધ થયેલું કાર્ય શરૂ કરવાની ફરજ પડી છે. પુલનું કાર્ય પૂર્ણ થતાં અહીં વસવાટ કરતાં ૧પ૦૦ પરિવારને રાહત થશે.

પુલનું અટકેલું કામ તુરંત શરૂ થયું

ધરમપુરના લોકો 20 િદવસથી હાલાકી ભોગવતા હતાં