તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • મુસ્લિમ વસતી ધરાવતા કોટા ગામે કોટેશ્વર મહાદેવનું અનન્ય મહત્ત્વ

મુસ્લિમ વસતી ધરાવતા કોટા ગામે કોટેશ્વર મહાદેવનું અનન્ય મહત્ત્વ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયાનજીકના ગ્રામ્ય વિસ્તારમાં નદી અને પર્વતીય સુંદરતા વચ્ચે મુસ્લિમ વસ્તી ધરાવતા કોટ ગામે બિરાજતા શ્રી કાેટેશ્વર મહાદેવનું પ્રાચિન મંદિર આવેલું છે જેમાં પવિત્ર શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શિવભકતો પુજન-અર્ચન કરે છે.

ખંભાળિયાથી આશરે સતર કિલાેમીટર દુર આવેલા કોટા ગામની સો ટકા વસ્તી મુસ્લિમ પરિવારોની છે કોટા ગામના છેવાડે અને નજીકથી પસાર થતી નદીના કાંઠા પર ભગવાન શ્રી કોટેશ્વર મહાદેવનું પ્રાચિન મંદિર આવેલું છે.

અત્યંત પૌરાણિક એવા શિવમંદિરની આજુબાજુમાં ગીચ જંગલ, ખડખડ વહેતી નદી તથા આજુબાજુના વિસ્તારમાં પગદંડી જેવા પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા શિવમંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી મહંત નારાયણદતગીરી મહારાજ દ્વારા મંદિરની સુંદર માવજત સાથે નિયમિત પુજન-અર્ચન કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છેકે અગાઉના વર્ષોમાં જયારે અહી કોઇ મહંત હતાં ત્યારે મુસ્લિમ સદગૃહસ્થોના ઘરે મંદિરની ચાવી રહેતી હતી અને મુસ્લિમ ભાઇઓ પણ સેવા પુજા કરે છે. પવિત્ર શ્રાવણ માસમાં શ્રી કાેટેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં શિવભકતોની ભીડ રહે છે સાથે અહીં રૂદ્રી, થાળ, પૂજન-અર્ચન સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ ભકતજનો દ્વારા યેાજવામાં આવે છે.

કચ્છમાં પણ નારાયણ સરોવર પાસે કોટેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે, જ્યાં દર્શન કરવા દેશ અને રાજ્યના ભાવિકો ઊમટી પડે છે.

નદીના કાંઠે પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ટેકરી પર બિરાજતા મહાદેવ

અન્ય સમાચારો પણ છે...