તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ખંભાળિયામાં વીજળી અને પાણી માટે ખેડૂતોની સરકારને જાગૃત કરવા રેલી

ખંભાળિયામાં વીજળી અને પાણી માટે ખેડૂતોની સરકારને જાગૃત કરવા રેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળીયામાખેડુત હિતરક્ષક સમિતિ દ્વારા લોકોની જાહેર સુખાકારી માટે થતા અન્યાય સંદર્ભે અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. સમિતિએ જણાવ્યુ હતુકે વિજળી, પાણી, ખેતી, શિક્ષણ વગેરે રાજ્ય સરકારની નૈતિક ફરજ છે. અને દરેક નાગરીક સુવિધા વંચિત રહે તથા સુવિધા આપવા સરકાર બંધાયેલી છે. તેથી ખેડુતોને ખેત વિજ જોડણ આપવા સરકારની દેખરેખ હેઠળ આવતી ગુજરાત વિજ કં.લી દેવભુમી દ્વરકામા શુ કામ નિષ્ફળ ગઈ છે. ખેડુત હિતરક્ષક સમિતિ વેધક સવાલ પુછયો હતો.

ખંભાળિયા ડિવિઝન હેઠળના ચારેય પેટા ડિવિઝનમા ૨૦૦૭ થી ૨૦૧૨ ના જોડાણો આપવામા આવ્યા હતા. તો અલગ અલગ પેટા ડિવિઝન માટે આટલો સમયગાળો નો તફાવત શામાટે અને જે ખેડુતે ૨૦૧૨ મા અરજી કરી હોય તેને વિજ કનેકશન મળી જાય છે અને જે ખેડુતે ૨૦૦૮ મા અરજી કરી હોય તેને વિજ કનેકશન આપવામા આવ્યુ નથી તેવો આક્ષેપ કર્યો હતો. પીજીવીસીએલ કચેરીની બહાર વિજકજોડાણ આપવાના વચેટીયાઓ હાટડા ખોલીને બેઠા હોય છે. અને બેફામ લુંટતા હોય છે.તેવો આક્ષેપ સમિતિ દ્વારા કરવામા આવ્યો હતો.તેમજ વિધ્યુત બોર્ડ દ્વારા એક સર્વે નં મા બે વિજ કનેકશન આપવા તે નિયમ નો વિરોધ કર્યો હતો. અને જણાવ્યુ હતુકે જો સંયુકત માલીકીની જમીનમા બે ભાઇ અલગ થયા હોય તો બન્નેને અલગ અલગ એક સર્વેમા વિજા કનેકશન આપવાજરૂરી જણાય છે.

વીજ કનેક્શનમાં કાયદાકીય ગૂંચવણથી ખેડૂતો અજાણ છે

વીજ કચેરીની બહાર વચેટિયાઓ બેફામ બનીને ખેડૂતોને લૂંટે છે

વિધ્યુત બોર્ડ દ્વારા બધા ખેડુતોએ આઇ.એસ.આઇ માર્કાવાળી મોટ્રનો નિયમ ફરજીયાત કરાયો છે૧૦૦ રૂપીયા ના સ્ટેમ્પ પેપર ઉપર રજીસ્ટ્રેશન કરવુ ફરજીયાત છે. તથા બાહેધરી પત્રક નોટરી કરાવવુ ફરજીયાતકારવમા આવ્યુ છે. જ્યારે બાબતો મા અભણ ખેડુતો ને ખબર નથી પડતી હોતી અને વિધ્યુત બોર્ડ તરફથી સલાહ સુચન કરવામા આવતુ નથી.ઘણા ખેડુતો રૂપીયા નહોવાન કારણે અને પહેલે થીજ ખરીદેલી મોટર માટે ખેડુતો માટે અન્યાય થઈ રહ્યો છે.

બાંહેધરી પત્રક 100 રૂ. સ્ટેમ્પ ઉપર આપવુ જરૂરી

અન્ય સમાચારો પણ છે...