તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામખંભાળિયામાં સ્વચ્છતા અભિયાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયામાંબ્રહ્મકુમારી પરિવાર દ્રારા સાત દિવસીય તા:25-09 થી તા:-02-10 સુધી નું આયોજન કરવા મા આવ્યુ છે. તેમજ તા:-25 મી નારોજ રવિવારે સવારે 7:30 કલાકે શાળાના બાળકો અને બ્રહ્મકુમારીઝ સેવા કેન્દ્ર દ્રારા એક રેલીનું આયોજન કર્યુ છે. એસ.ટી.ડેપો, નગરપાલિકા ગાર્ડન, કલેકટર કચેરી, શાળાઓ, કોલેજો, નગરગેઇટ, જોધપુર ગેઇટ વગેરે સ્થળોએ સફાઇ કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમમાં જોડાવા માટે આયોજક બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર સંચાલિકા મિનીબેન તેમજ પરિવારના સદસ્યોએ એક યાદીમાં જણાવ્યું છે. કાર્યક્રમમાં શહેરની શાળાઓમાં વિજય હાઇસ્કૂલ, નવીવાડી પ્રાથમિક શાળા, શ્રીનાથજી હાઇસ્કૂલ, આદર્શ સ્કૂલ, બંસીધર સ્કૂલ, આલ્ફા હાઇસ્કૂલના બાળકો રેલીમાં જોડાશે. કાર્યક્રમનો ઉદ્દેશ્ય જન-જાગૃતિ સાથે જનકલ્યાણનો છે.

અન્ય સમાચારો પણ છે...