તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવિધ કમિટીઓની રચનાનો મહત્ત્વનો મુદ્દાે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખંભાળિયા નગરપાલિકાની ગુરુવારે સામાન્ય સભા થશે


ખંભાળિયાનગરપાલિકાની આગામી સામાન્ય સભા આગામી ગુરૂવાર તા. 21મી જુલાઇના રોજ સાંજે પાંચ વાગ્યે અત્રે મ્યુ. ગાર્ડનમાં આવેલા નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ શૈલેષભાઇ કણઝારીયાના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે.

ભાજપના સદસ્યોની બહુમતી ધરાવતી ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભામાં નવી બોડીમાં વિવિધ કમિટીઓની રચના સહિતના વિકાસ કાર્યો મળી કુલ 22 આઇટમોને એજન્ડામાં લેવામાં આવી છે. મિટીંગમાં આગામી સમય માટે પાલિકાની જુદી-જુદી સમિતિઓ તથા તેના ચેરમેનની રચના કરવા, શહેરમાં રમત-ગમત મેદાન બનાવવા, ઉપરાંત કમ્પ્યુટર સેટ સહિતની ખરીદી કરવા, ઘી નદી ઉપર રીવર ફન્ટ બનાવવા, નાણા પંચમાં સુચિત રકમના કામો કરવા, પોરબંદર રોડ પરનો પુલ પહોળો કરવા, શહેરને ખુલ્લામાં મળત્યાગ નિષેધ જાહેર કરવા તથા જોધપુર ગેઇટ ચોકમાં ગાંધીજીની જુની પ્રતિમાના બદલે નવી પ્રતિમા અને રાજપુત સેવા સમાજની અરજી મુજબ મહારાણા પ્રતાપની પ્રતિમા બનાવવા સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉપરાંત શહેરમાં આશાપુરા માતાજી ચેરી. ટ્રસ્ટ દ્વારા નજીકમાં આવેલી જગ્યા મંદિર માટે વેંચાણથી અાપવાની બાબત સંદર્ભે પણ મિટીંગમાં ચર્ચા થનાર છે.

ત્યારે મિટીંગ તથા કેટલાક ઠરાવો સંદર્ભે સ્થાનિક વિશ્લેષકોની મીટ મંડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો