તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિંભર ટેલિફોન તંત્ર સામે વ્યાપક લોકરોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તંત્રની બલિહારી, વારંવાર ખોરવાતી એસ.ટી.ડી. લાઇન


બીએસએનએલનાધાંધીયા હવે સામાન્ય બની ગયા છે ત્યારે સ્થાનિક ટેલીફોન સ્ટાફની અણ આવડત કે નિષ્ક્રિયતા ગ્રાહકોમાં ભારે ટીકાસ્પદ બની ગઇ છે. આજે જ્યારે સેલ્યુલર કંપનીઓ વધુ ને વધુ ગ્રાહકો ખેંચવા માટે ગળાકાપ સ્પર્ધા કરી રહી છે ત્યારે બીએસએનએલ હજુ પણ જાણે ગાડા યુગમાં જીવતી હોય તેમ ધકેલ પંચા દોઢસો જેવી સેવા આપી રહી છે. એટલું નહીં, સેવાની નિયમિતતા સામે પણ અનેક સવાલો ઊઠે તેવું નેટવર્ક બીએસએનએલનું છે. ખંભાળિયાની બીએસએનએલ કચેરીમાં છેલ્લાં કેટલાક સમયથી લાઇન ફોલ્ટની સમસ્યા જોવા મળી રહી છે જેનું નિરાકરણ થયું નથી.

ખંભાળિયાની બીએસએનએલ કચેરીમાં જાણે કોઇ કાયમી ક્ષતિ હોય તેમ અવાર-નવાર એસટીડી લાઇનો ખોરવાઇ જવાના બનાવો સામાન્ય બની ગયા છે ઉપરાંત ટેલીફોન ડેડ થઇ જવા વિગેરે સહિતના પ્રશ્ને બીએસએનએલના ગ્રાહકો ગળે આવી ગયા છે.

બીએસએનએલની તાજેતરમાં નવી યેાજના મુજબ રાત્રીના નવ વાગ્યા પછી ભારતભરના કોઇપણ નેટવર્કના લેન્ડ લાઇન ફોન કે મોબાઇલ ફોન પર અમર્યાદિત આઉટગોઇંગ ફી કરી શકાય છે પરંતુ અહીં મહિનામાં આઠ-દસ દિવસ યોજનાના ગ્રાહકો માટે યોજનાનો લાભ મળી શકતો નથી કારણ કે આઉટ ગોઇંગ કરતાં ઇસ રૂટ કી સભી લાઇને વ્યસ્ત હૈની કેસેટો અવિરત પણે સંભળાય છે.

આમ જાણે અહિંના ટેલીફોન તંત્રમાં કોઇ ઘણીધોરી હોય તેવો ભાસ ટેલીફોન ધારકો કરી રહયા છે સાથે સાથે કથળતી જતી ફોન સેવા તેમજ રદ્દ કરાતા ટેલીફોન જોડાણોમાં ખાનગી મોબાઇલ કંપનીઓને કમાવી દેવાનું કાવત્રું હોવાનો આક્ષેપ પણ લોકો કરી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો