તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન સિસ્ટમમાં જોવા મળતી ખામીઓ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખંભાળિયા બેંક પધ્ધતિના કારણે ખેડૂતોને હેરાનગતિ


ખંભાળિયાતાલુકાના ખેડૂતોને મળવાપાત્ર પાક વિમા સંદર્ભે એાન લાઇન સીસ્ટમમાં બેંકની ક્ષતિ રહી ગયાના આક્ષેપો સાથે ખેડૂતોને પાક વિમો મળતાં તેના વિરોધમાં ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા િજલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

ખંભાળિયા પંથકમાં પ્રધાનમંત્રી પાક વિમા યેાજના અંતર્ગત ખેડૂતો દ્વારા પાક વિમો લેવામાં આવ્યેા હતો જે માટે ખેડૂતોએ ઓન લાઇન અરજી સહિતની કાર્યવાહી કરી હતી વચ્ચે બેંકો દ્વારા કેટલાક ખાતાઓ ઓનલાઇન કરી કેટલીક ક્ષતિઓ રહી જતા ખેડૂતોને મળવાપાત્ર પાક વિમો મળી શકયો નથી. સાથે બિન ધીરાણી ખેડૂતોમાંથી અમુક ખેડૂતાેને પાક વિમો મળી ગયો છે જયારે અમુક ખેડૂતોને કોઇ કારણોસર બેંક દ્વારા પાક વિમો મળ્યો નથી.

પરિસ્થિતિમાં બેંકની ક્ષતિના કારણે બાકી રહી ગયેલા ખેડૂતોને તાકીદે પાક વિમાે મળે તે માટે તથા આના માટે જવાબદાર કર્મચારીઓ-અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે તે માટેની માંગ કરતું લેખિત આવેદન પત્ર ખેડૂત હિત રક્ષક સમિતિના પ્રમુખ પાલાભાઇ આંબલીયાના વડપણ હેઠળ કાર્યકરો-ખેડૂતો દ્વારા િજલ્લા કલેકટરને આવેદન પાઠવીને યોગ્ય ઉકેલની માંગણી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો