ભાસ્કર ન્યુઝ|ખંભાળીયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ|ખંભાળીયા

ખંભાળીયાના રેલવે સ્ટેશને શનિવારે માલવાહ મીઠાપુરથી ગાજીયાબાદ જઇ રહેલ ટ્રેઇનના એન્જીનમાં ટેકનીકલ ખામી સર્જાતા 10 કલાક સુધી બંધ પડી રહી હતી.પરિણામે ખંભાળીયાના મુખ્ય ત્રણ ફાટક પૈકી વચ્ચલો ફાટક પણ બંધ રહ્યો હતો.પરિણામે આસપાસ વિસ્તારના મુસાફરોને આખો દિવસ કિલોમીટરો કાપીને લાંબુ થવું પડ્યું હતું.છતા પણ રેલવેના એન્જીનની વૈકલ્પીક વ્યવસ્થા કરવા તંત્રના પેટનું પાણી પણ હલ્યું ન હતું.બીજી બાજું તંત્ર દ્વારા ટ્રેઇન બંધ હોવા અંગે જુદા જુદા બહાના બતાવાતા મુસારફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

રેલવેના અધિકારીઓ જ ખુદ સમગ્ર ઘટનાથી અજાણ હતા.10 કલાક બાદ પણ ટ્રેઇનને ફાટક વચ્ચેથી હટાવી લેવા તંત્ર કોઇ વૈકલ્પીક વ્યવસ્થા કરી શક્યું ન હતું. ખંભાળીય રેલવે સ્ટેશનના સુપરિટેન્ડ સાથે વાતચીત કરતા ભારે આશ્ચર્ય સર્જાયું હતું.માલગાડી બંધ થવા પાછળના ગાડીના એન્જીનમાં ખામી,આગળના પાટામાં ફોલ્ટ,ઘુમ્મસ જેવા અલગ અલગ કારણો દર્શાવાતા સમગ્ર હકિગત ઘટનાનો છુપાવવામાં આવી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...