ધંધાની ચિંતામાં ઝેરી ટીકડાં ખાધા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયામાંશ્રીજી સોસાયટીમાં રહેતા એક પટેલ વૃધ્ધનો ધંધો બરાબર ચાલતો હોવાથી તેણે ચિંતામાં જીંદગીથી કંટાળી જઇ ઝેરી ટીકડા આરોગી લીધા હતાં. આથી તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. ખંભાળિયાના શ્રીજી સોસાયટીમાં આવેલ શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા ભુપતભાઇ પોપટભાઇ હીરપરા નામના 60 વર્ષના પટેલ વૃધ્ધનો ધંધો બરાબર ચાલતો હોય ઉપરાંત તેમના ઉપર દેવું વધી જતા ચિતામાં તેમણે જીંદગીથી કંટાળી, ઘઉમા નાખવાના ઝેરી ટીકડા પોતાના હાથે ખાઇ લેતા તેમને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બનાવ અંગે તેમના પત્ની શારદાબેન હીરપરાએ પોલીસને જાણ કરી હતી. બનાવના પગલે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે, વૃધ્ધના પગલાંથી શ્રીજી સોસાયટી વિસ્તારમાં ચર્ચા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...