• Gujarati News
  • કલ્યાણપુરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લેવાયા

કલ્યાણપુરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લેવાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અષાઢમાંશ્રાવણિયા જુગારની મોસમ ખીલી હોય તેમ કલ્યાણપુર પંથકમાં જુગાર રમાતો હોવાની બાતમી એલસીબી સ્ટાફના કોન્સ. સજુભા જાડેજા તથા સુરેશભાઇ વાનરીયાને મળતા અંગે તાલુકાના ધતુરીયા ગામે દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમતા દેવાયત મેરામણભાઇ આબલીયા, ભીખાભાઇ રૂડાભાઇ વકાતર, કરશનભાઇ મેરગભાઇ ડેર અને ભીખુભાઇ રામશીભાઇ ભોચીયાને રૂા. 6600ની રોકડ રકમ તથા રૂા. 50 હજારની કિમતના બે મોટર સાયકલ મળી કુલ રૂા. 56,640ના મુદ્દામાલ સાથે ચારેય શખ્સોની ધરપકડ કરી હતી.

જુગારના અન્ય એક દરોડામાં કલ્યાણપુર તાલુકાના રાવલ હનુમાનધાર ખાતે જાહેરમાં ગંજીપાના વડે રોનપેાલીસનો જુગાર રમાતો સ્થાનિક પોલીસ સ્ટાફે ઝડપી લઇ રાજુભાઇ બાલુભાઇ મકવાણા, હેમરાજ જેઠાભાઇ પરમાર, મશરી કારાભાઇ ગામી, લાખાભાઇ ઉકાભાઇ જમોડ, રાજુ મેરામણભાઇ જમોડ, કરશન વાલાભાઇ મકવાણા, કરશન મોહનભાઇ જમોડ, નાગાભાઇ વીરમભાઇ ગામી, પરબત લાખાભાઇ જમોડ અને લાખા જીવાભાઇ જમોડ નામના દશ શખ્સોને કુલ રૂા. 14,280ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

અંગે પ્રોબે. પીએસઆઇ કે.એલ. ગળચરે જુગારધારાની કલમો હેઠળ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.