• Gujarati News
  • પૈસા બાબતે ખંભાળિયાના મહિલાએ ઝેરી દવા પીધી

પૈસા બાબતે ખંભાળિયાના મહિલાએ ઝેરી દવા પીધી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોસ્પિટલે ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાઇ

ભાસ્કરન્યૂઝ. ખંભાળિયા

ખંભાળિયાનાપાંચ હાટડી ચોકમાં રહેતા એક પરિવારમાં ભાભી અને જેઠ વચ્ચે પૈસા બાબતે અવાર-નવાર બોલાચાલી થઇ હતી જે અંગેનું ભાભીને લાગી આવતા તેણીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આથી તેમને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં બાદમાં પોલીસ દ્વારા જરૂરી નિવેદનો નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરાઇ હતી.

ખંભાળિયામાં પાંચ હાટડી ચોકમાં રહેતા શોભનાબેન મુકેશભાઇ ચંદારાણા નામના 42 વર્ષના મહિલાએ ઝેરી દવા પી લેતાં તેણીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ભોગ બનનાર શોભનાબેનને તેણીના જેઠ કિરીટભાઇ ચંદારાણા સાથે પૈસા બાબતે બોલચાલી થયા બાદ તેણીને લાગી આવતાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બનાવ અંગે હેડ કોન્સ. એ.એસ.સોલંકીએ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.