• Gujarati News
  • ખંભાિળયામાં દિવાળીના પર્વના ટાંકણે ફફડાટ

ખંભાિળયામાં દિવાળીના પર્વના ટાંકણે ફફડાટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
^ ચબરાક દીપડો પાંજરે પૂરાતો નથી

ભાસ્કરન્યૂઝ. ખંભાળિયા

ખંભાળિયાનજીકના માંઝા તેમજ ભટ્ટ ગામ વિસ્તારની વાડીઓમાં છેલ્લા સાતેક દિવસથી એક દિપડો આવી રહયો હોવાની બાબતે ખેડૂતો તેમજ આસપાસના ગ્રામજનોમાં ફફડાટની લાગણી વ્યાપી છે.

ખંભાળિયા તાલુકાના બજાણા ગામે વાડી વિસ્તારમાં રવિવારે રાત્રે 10 વાગ્યે વિક્રમ નગાભાઇ નંદાણીયા નામનો આહિર યુવાન ગરેડામાંથી પસાર થતો હતો, ત્યારે ખૂંખાર દિપડો તેની નજરે ચડતા તેણે ભયભીત બની, બુમાબુમ કરી મુકતાં આસપાસના લોકો એકઠા થી ગયા હતા અને દેકારો થતાં દિપડો કપાસના પાકમાં અલોપણ થઇ ગયો હતો. બનાવ બનતાં ખેતરોમાં પાણી વારતા ખેડૂતોએ ડરીને પાણી વારવાનું માંડી વાળ્યું હતું અને ઉચ્ચક જીવે રાત્રી વિતાવી હતી. જો કે દિપડાના સમાચાર બાદ જંગલ ખાતા દ્વારા જુદા-જુદા ત્રણેક સ્થળોએ પાંજરૂ ગોઠવી દીધા હતા. જો કે, ચબરાક દિપડો પાંજરે પુરાતો નથી. દિપડાના પગના નિશાન ચકાસીને મારણ સાથે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. દિપડાની અવર-જવરથી લોકોમાં ભય ફેલાયો છે.

દીપડાના આંટાફેરાથી ભય