• Gujarati News
  • ખંભાળિયાના શાંતિ નિકેતન વિસ્તારમાં પાણીની વિકટ સ્થિતિ

ખંભાળિયાના શાંતિ નિકેતન વિસ્તારમાં પાણીની વિકટ સ્થિતિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગંદકીના સામ્રાજયથી લોકોમાં રોગચાળાે ફેલાવવાની ભીતિ રહે છે

ભાસ્કરન્યૂઝ. ખંભાળિયા

ખંભાળિયાનાશાંતિ નિકેતન વિસ્તાર વોર્ડ-8ના રહીશોની સ્થિતિ દયાજનક બનતા ફરિયાદો કરવામાં આવી છે.

વર્ષોથી વિસ્તારમાં નળની લાઇનો નાખવામાં આવી નથી જે જુની છે તે જર્જરીત થતાં અને ગટરોમાં ભળી જતાં અનેક સ્થળે ગટર મિશ્રીત પાણી પણ અનેક વખત આવતું હોવાની ચોંકાવનારી ફરિયાદો અહીના રહીશો દ્વારા કરવામાં આવી હતી. હાલ સમગ્ર ગુજરાતમાં સ્વાઇનફલુનો રોગ ફાટી નીકળ્યો છે ત્યારે આવા પ્રદુષિત પાણીથી ખંભાળિયામાં નવતર રોગ ફેલાય તો નવાઇ નહીં.

અધુરામાં પુરૂ 20/25 દિવસે વિસ્તારમાં સફાઇ કરનારા ડોકાતા હોય ગંદકીના ઢગલા અને ગંદકીનું સામ્રાજય લોકોને રોગગ્રસ્ત બનાવતું હોય સમગ્ર દેશમાં મહાત્મા ગાંધી સફાઇ અભિયાન ચાલે છે ત્યારે ખંભાળિયાનો વોર્ડ નં. 8નો વિસ્તાર શું પાલિકાનો અણમાનીતો તેવો પ્રશ્ન પુછાઇ રહ્યો છે.હાલ પાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર ચેતનભાઇ કુડીયા ઉત્સાહી છે ત્યારે તેઓ પ્રશ્ને રસ દાખવશે તેવો પ્રશ્ન લતાવાસીઓમાં ઉઠયો છે.