• Gujarati News
  • સગીરા પર નિર્લજ્જ હુમલો

સગીરા પર નિર્લજ્જ હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણપુરતાલુકાના દુધીયા ગામની એક સગીરા પર અડપલા કરી મારી નાખવાની ધમકી આપવા સબબ ગામના એક શખસ સામે ધોરણસર ફરિયાદ થઇ છે. પોલીસ દફતરે નોંધાયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના દુધીયા ગામે રહેતા એક આહિર પરિવારની સગીર વયની પુત્રી જયારે એકલી હતી ત્યારે ગામના હેમત માલદે વરૂ નામના શખસે તેણીની એકલતાનો ગેરલાભ લઇ તેણીના શરીર સાથે અડપલા કરી, બિભત્સ માંગણી કરી હતી. ઉપરાંત હેમતે સગીરા પર નિર્લજજ હુમલો કરીને અંગે કોઇને કહેશે તો જાનથી મારી નાખીશ તે પ્રકારની ધમકી પણ આપ્યાનું વધુમાં જાહેર થયું છે. બનાવ અંગે સગીરાના પિતાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નાેંધી તપાસ હાથ ધરી છે.