• Gujarati News
  • ખંભાળિયાના કોટામાં જાહેર રસ્તા પર દબાણો

ખંભાળિયાના કોટામાં જાહેર રસ્તા પર દબાણો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળીયાતાલુકાના કોટા ગામે વર્ષો જુના જાહેર માર્ગ પર ગેરકાયદેસર દબાણ અંગે સંબંધીત તંત્ર સમક્ષ લેખીત રજૂઆતો કરવામાં આવી છે. કોટા ગામથી લાલપુર તરફ જતા જાહેર રસ્તા પર કેટલાક આસામીઓ દ્વારા દબાણ કરીને રસ્તો તદન સાંકડો અને બંધ જેવો કરી દેવામાં આવ્યો હોવાની સવીસ્તૃત લેખીત અરજી ગ્રામ પંચાયત દ્વારા અહીંના જીલ્લા કલેકટરને કરવામાં આવી છે.

સ્થળે ચોકકસ આસામીઓ સામે સરકારી તંત્ર સમક્ષ ફરીયાદ પછી મામલતદાર દ્વારા દબાણ દુર કરવાની નોટીસો બાદ પણ દબાણકર્તાઓએ દબાણ દૂર કર્યા નથી. અધુરામાં પુરૂ િવરોધ કરનારને ધમકીઓ પણ આપવામાં આવતી હોય, આવા તત્વો સામે જો તંત્ર દ્વારા તાકીદે કડક હાથે કામ નહી લેવામાં આવે અને જો જાહેર માર્ગ પરનું દબાણ દૂર નહી કરવામાં આવે તો આંદોલનની િચમકી પત્રમાં અાપવામાં આવી છે. િવવીધ આધાર-પુરાવા, અરજીઓ સાથેની નકલ જીલ્લા કક્ષાએ આપવામાં આવી છે.