ગોપ ડુંગર ઉપર સ્થિત કષ્ણ ભગવાન સ્થાપિત ગોપનાથ મહાદેવ

લાલપુર-ભાણવડ ત્રણ પાટીયા રસ્તા પર ગોપના પાટીયાથી છ કિમી ગોપનાથ મહાદેવ મંદિર આવેલું છે. એમ કહેવાય છે કે, પાંચ હજાર...

DivyaBhaskar News Network | Updated - Aug 09, 2014, 05:35 AM
ગોપ ડુંગર ઉપર સ્થિત કષ્ણ ભગવાન સ્થાપિત ગોપનાથ મહાદેવ
લાલપુર-ભાણવડ ત્રણ પાટીયા રસ્તા પર ગોપના પાટીયાથી છ કિમી ગોપનાથ મહાદેવ મંદિર આવેલું છે. એમ કહેવાય છે કે, પાંચ હજાર વર્ષ પહેલા ગોપ બાળાઓને નજીકના ઝીણાવારી ગામે એક રા ાસે ૧૬૦૦૦ ગોપીઓને એક ભોંયરામાં કેદ કરી હતી. આ ગોપીઓની મદદ માટેની પ્રાર્થના સાંભળી દ્વારકાનાથ કષ્ણ ભગવાન ગોપ આવેલા અને ઝીણાવારી જયાં ભોયરૂ આજે પણ છે ત્યાંથી ગોપીઓને છોડાવી રા ાસનો સંહાર કર્યોહતો અને ત્યાંથી ગોપ ડુંગરે જઇને ગોપનાથ મહાદેવની સ્થાપના કરી હતી.
ઝીણાવારી ગામે આજે પણ પ્રાચીન ગુફા ભોંયરૂ તથા બાજુની નદી પાસે પણ એક શિવાલય અને કષ્ણ ભગવાનના પગલાંની છાપ છે !!
કષ્ણ ભગવાન દ્વારા સ્થાપિત પાંચ હજાર વર્ષ જૂના આ ગોપનાથ મહાદેવ ડુંગર પર હોય ત્યાં પગથીયા ચડવા દુષ્કર હતા. જેથી હાલના મંદિરના મહંત દ્વારા કોઇ સરકારી મદદ વિના ડુંગર ફરતો રસ્તો બનાવી છેક ઉપર સુધી વાહનો ચડી શકે તેવી વ્યવસ્થા ગોઠવતા ભાવિકો ઉમટે છે.

X
ગોપ ડુંગર ઉપર સ્થિત કષ્ણ ભગવાન સ્થાપિત ગોપનાથ મહાદેવ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App