તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ખંભાળિયા |ખંભાળિયાના બજાણા ગામમાંથી એલસીબીએ હાથ બનાવટની દેશી બંદૂક સાથે

ખંભાળિયા |ખંભાળિયાના બજાણા ગામમાંથી એલસીબીએ હાથ બનાવટની દેશી બંદૂક સાથે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા |ખંભાળિયાના બજાણા ગામમાંથી એલસીબીએ હાથ બનાવટની દેશી બંદૂક સાથે એક શખ્સની અટકાયત કરી છે. ખંભાળિયા તાલુકાના બજાણા ગામમાં એક શખ્સ પાસે બંદૂક હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે દેવભૂમિ દ્વારકા એલસીબીના સ્ટાફે બજાણા દોડી જઈ વોચ ગોઠવી હતી. વેળાએ ત્યાંથી પસાર થયેલા રાણાભાઈ દેવશીભાઈ હરિયાણી નામના કોળી પ્રૌઢની તલાશી લેવામાં આવતા શખ્સના કબજામાંથી હાથ બનાવટની દેશી બંદૂક મળી આવી હતી. એલસીબીના પો.કો. સજુભા જાડેજાએ બંદૂક કબજે કરી રાણા દેવશીભાઈ સામે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

ખંભાળિયાના બજાણામાંથી બંદૂક સાથે એકની અટકાયત કરી

અન્ય સમાચારો પણ છે...