તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકા તાલુકાના ATVT યોજના અંતર્ગત હજુ અનેક કાર્યો અધૂરા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળીયા-ભાણવડતાલુકામા એટીવીટી યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમા સુધરાઇને લગતા અનેક કાર્યો અમલમા મુકાયા છે. અને આગામી સમયમા અનેક કાર્યો ગતીમાન કરવામા આવશે. જેમા સી.સી.રોડના, ગટરના , પાણીના કાર્યો, અન્ય કાર્યો, પેવર બ્લોક,શાળાના ઓરડા વગેરે જેવા કાર્યો કરવાના હોવાથી આગામી સમયમા કાર્યો શરૂ કરવાના છે. નવા કાર્યો શરૂ કરવામા આવશે અને બાકી રહેતા કાર્યોની મંજોરી અપાઇ ગઇ છે. અને કલેકટર દ્વારા ૪૧ કામોની મંજૂરી અપાઇ હતી.

વર્ષ13 થી15 સુધીમા ખંભાળીયા તાલુકામા કુલ 133 કાર્યોની મંજૂરી અપાઇ છે. જેમાં રૂ.373.70 લાખની ગ્રાન્ટ ફાળવાઇ હતી. તેમજ ભાણવડ તાલુકામા 124કાર્યો મંજુર કરવામા આવ્યા હતા. જેમા સરકાર દ્વારા રૂ.314.79 લાખની ગ્રાંટ મંજુર કરવામા આવી હતી. ખંભાળીયામા 2013 થી 2015 સુધીમા વધૂ 81 કાર્યો મંજુર કરવામા આવ્યા હતા જેની ગ્રાંટરૂ. 233.26 લાખની મંજુર કરાઇ હતી જયારે ભાણવડ તાલુકામા 103 કાર્યો હેઠળ 239.38 લાખની ગ્રાંટ મંજુર કરવામા આવી હતી.

ખંભાળીયા તાલુકામા 2013થી 2015 કુલ 25 કાર્યોમા રૂ.69.30 લાખનો ખર્ચ કરવામા આવ્યો છે. અને ભાણાવડ તાલુકામા 18 કાર્યોમા 38.90 લાખનો ખર્ચ કરવામા આવ્યો છે. હાલ ખંભાળીયા તાલુકામા 108કામો બાકી રહેવા પામ્યા છે જ્યારે ભાણવડ પંથકમા 106 જેટલા છેલ્લા ત્રણ વર્ષથી બાકી રહી જવા પામ્યા છે બન્ને તાલુકાઓના અનેક કાર્યો બાકી રહેવાથી તંત્ર તાત્કાલીક અમલવારી કરે તેવી માગણી લોકોમાં ઉઠી છે. પ્રાંતઅધિકારી ઝણકાંતે જણાવ્યુ હતુકે હાલ હુ બહાર છુ. કેટલા કાર્યો પુર્ણ થયા કે કેટલા શરૂ કરવાના છે તેની માહિતી આવીને જણાવી શકિશ તેમ જણાવ્યુ હતુ.

બે તાલુકાના કાર્યો બાકી

ખંભાળિયા-ભાણવડના સુધરાઇના કાર્યો પૂર્ણ થશે

વિકાસકાર્યોની સંખ્યા ગ્રાંટ મળ્યા છતાં તંત્રની આડોડાઇ

અન્ય સમાચારો પણ છે...