તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RBI ઉપાડની મર્યાદા હટાવી લીધી છતાં બેંકની આડોડાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલેક્ટર દ્વારા આરબીઆઇ તથા નાણામંત્રાલયને રજૂઆત કરી

જામખંભાળિયાની બેંકો દ્વારા રૂ. 24 હજારની સામે 10 હજાર અપાઇ છે

આરબીઆઇદ્વારા સોમવારે મોડીરાત્રે અગત્યનો નિર્ણય લઇને હાલમાં બેંક ખાતાઓમાં જે 24 હજાર રૂપિયાની ઉપાડની મર્યાદા હતી તે પણ દુર કરીને બજારમાં પ્રવાહિતા આવે તે માટે રાત્રિથી જાહેરનામું બહાર પાડીને મર્યાદા હટાવી લેવાનો આદેશ કરતા મંગળવારે ખંભાળિયા સહિત અનેક ગામોથી બેંકોમાં ભારે અફરા તફડી થવાની સંભાવના સેવાઇ રહી છે.

હાલ બેંકોમાં જેમ 500-1000ની જુની નોટો બદલવા માટેની કતારો છે તેવી રીતે કતારો બેંકોમાં પૈસા ઉપાડવા માટેની છે. ખંભાળિયાની મોટાભાગની બેંકો અત્યાર સુધી રૂા. 24 હજારની ઉપાડ મર્યાદા સામે કેશ ના હોવાને કારણે 10 હજાર આપતા હતાં.

એક એસબીઆઇ પાસે પૈસા પર્યાપ્ત હોવાથી તેઓ 24 પુરા ઉપાડવા દેતા હતાં પરંતુ છેલ્લા બે દિવસ બેંક બંધમાં એકમાત્ર એસબીઆઇના એટીએમ ચાલુ રહેતા તેમાં ધસારો થતાં તેમાં પણ ઉપરથી કેશ ના આવતા ત્યાં પણ સોમવારે 10-10 હજાર ઉપાડ મર્યાદાની સ્થિતિ આવી ગઇ હતી અને મંગળવારથી મર્યાદા ખતમ થતાં ખાતામાંથી પચાસ હજાર અને લાખ રૂપિયા ઉપાડવા આવે તો શું કરવું તેનેા ગંભીર પ્રશ્ન થયો હતો.

આરબીઆઇ દ્વારા મોડીરાત્રે જાહેર થયેલા નિર્ણય અંગે ખંભાળિયાની કરન્સી ચેસ્ટ બેંકના મેનેજર વિમલ લેઉવા સાથે વાત કરતા તેમણે અંગે અાશ્ચર્ય વ્યકત કર્યુ કે રૂા. 24 હજારની મર્યાદામાં પણ પહોચી શકાય તેટલી રોકડ ઉપલબ્ધ નથી ત્યાં મર્યાદા નહી તેવી સ્થિતિને પહોચી વળવું બહુ કઠીન થશે. આવી સ્થિતિ ખંભાળિયાની તમામ સરકારી અને ખાનગી બેંકોની હોવાનું મોટાભાગના મેનેજરોએ વ્યકત કર્યુ હતું. દેવભૂમિ જિલ્લાને પણ કેશ ઓછી ફાળવવામાં આવતા અંગે કલેકટર રાવલ દ્વારા આરબીઆઇ તથા નાણા મંત્રાલયને તમામ બેંકોની સ્થિતિ તથા એટીએમની સ્થિતિ અંગે લેિખત વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

બેંકો પાસે કેશ રકમ નથી

ખંભાળિયાએચડીએફસીના મેનેજર મહેતાએ જણાવેલ કે હમણા શનિ-રવિમાં બે દિવસ બેંક બંધ હતી ત્યારે જેટલું કેશ હતું તેની મર્યાદામાં એટીએમમાં નાણા નાખ્યા પણ બે કલાકમાં તે ખલાસ થઇ જતાં બે દિવસ એટીએમ તમામ બંધ રાખવા પડયા હતાં. આવી સ્થિતિ બેંક ઓફ બરોડા સહિતની બેંકોમાં થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...