તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ખંભાળિયાશહેરના નગરજનો હાલ વિવિધ પ્રકારની કપરી પરિસ્થિતિનો સામનો કરી

ખંભાળિયાશહેરના નગરજનો હાલ વિવિધ પ્રકારની કપરી પરિસ્થિતિનો સામનો કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયાશહેરના નગરજનો હાલ વિવિધ પ્રકારની કપરી પરિસ્થિતિનો સામનો કરી રહયા છે. ત્યારે લોકોની ધીરજ હવે ખુટી રહી હોવાનો ભાસ પણ થઇ રહયો છે. કહેવાતી સ્થાનિક નબળી નેતાગીરી સામે અહિંની નાગરીક સમિતિએ વિશિષ્ટ પ્રકારના આંદોલનનું રણશીંગુ ફુંકયું છે.

ખંભાળિયા શહેરમાં છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમય થયા ભૂગર્ભ ગટરની અણઘડ અને ધીમી કામગીરી ચાલુ છે જેની અધિકૃત માહિતી નગરજનોને નથી અાટલું નહી સંપૂર્ણ કામગીરીનું ટેસ્ટીંગ પણ હજુ સુધી થયું નથી.અધુરામાં પુરૂ કે સાથે પાણી પુરવઠાની લાઇનો પણ બીછાવવાનું કામ હાથ ધરાતાં કોન્ટ્રાકટરોના પાપે શહેરના માર્ગોનું નામ-નિશાન નાબુદ થઇ ગયું છે. પરિણામે શહેરમાં માર્ગો અને ગંદકીના કારણે લોકોને ડેન્ગ્યુ, ચીકન ગુનિયા અને શ્વાસના રાેગોનો સામનો કરવો પડી રહયો છે.આ સ્થિતિમાં અપૂરતા સ્ટાફ તથા સંબંધીત તંત્રની નિભંરતાના કારણે આખું શહેર જાણે ઉકરડા નગરમાં ફેરવાઇ ગયું હોવાનો ભાસ નગરજનો કરી રહયા છે.

સાથે શહેરમાં નોંધપાત્ર નવા વિકાસ કાર્યો તો એકબાજુ રહયા પરંતુ વિવિધ પડતર પ્રશ્નો તથા યાતનાઓનો બાબતે અહીંના તજજ્ઞો અને બુધ્ધીજીવીઓની નાગરીક સમિતિ દ્વારા બાબતે ચિતંન અને મનન બાદ શહેરીજનોને ઢંઢોળવા અને સહનશકિતને હવે કોરાણે મુકવાના આશય સાથે નાગરીક સમિતિના કાર્યકરોએ દુકાનદારો, લોકોની મુલાકાત લીધી હતી.

જેમાં લોકોને હવે જાગૃત થવા અપીલ કરી એક ફુલ સાથે માસ્કનું વિતરણ પણ કર્યુ હતું. આમ શહેરના પડતર પ્રશ્નો તથા પ્રદુષણ અંગે સ્થાનિક નેતાઓએ જાગૃત થવું જોઇએ તેમ સુજ્ઞનગરજનો ઇચ્છી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...