તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળિયા યાર્ડમાં ખરીદી શરૂ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાજિલ્લાના ભાટિયાની એપીએમસીમાં હાલ મગફળીની ખરીદી થઇ રહી છે જેમાં સરકારેખરીદીનું કામ નાફેડને આપ્યું હતું અને નાફેડનું સૌરાષ્ટ્રનું ખરીદીનું પેજ્ઞા વર્ક ગુજરાત લેવલની સંસ્થા ગુજકોટને આપ્યું છે.ભાટિયાના યાર્ડમાં 2500 જેટલી મગફળીની ગુણીઓ જોખાઇ રહી છે. દરેક ગુણીમાં 35 કીલાની ભરતી પ્રમાણે છે. હાલ સરકાર ટેકાનો ભાવ 844 લેખે નકકી કરાયો છે તેમજ યાર્ડમાં 6 જેટલા જોખ-વજન માટેના કાંટાઓ કાર્યરત છે તેમજ યાર્ડની કેપેસીટી રોજીંદા 5000 ગુણીની છે જોકે જગ્યાની દ્રષ્ટિએ ભાટિયાના યાર્ડમાં પુરતી સગવડ છે.

ગુજકોટ પાસે ખરીદ વેચાણ સંઘ દ્વારા કુલ 6840 ગુણીનું કુલ એક કરોડ એક લાખનું બીલ મુકાયું ત્યારે સંસ્થાએ 62,00,000ની રકમ આપી છે જે દરેક ખેડૂતોના ખાતામાં આરટીજીએસ કરાશે. એટલે કે દરેક ખેડુતોના ખાતામાં સીધી રકમ જમા કરી દેવાશે. ખેડુતો ખુબ મુશ્કેલીમાં છે કારણ કે માત્ર 71 ગુણી મગફળીની લેવાલી થઇ રહી છે.આ પેટેની 1 લાખ ઉપર થતી રકમ બેંકો આપવા તૈયાર નથી બેંકો માત્ર 24,000થી વધારે રકમ આપવા તૈયાર નથી. ધરતીપુત્રો માટે વાત આફત સમાન છે. કારણ કે મજૂરી અને બીજી ઉધારી ચુકવવા માટે પુરતી રોકડ ચુકવવી જરૂરી છે.

યાર્ડના પ્રથમ દિવસે માત્ર 5 લાખનું ટર્નઓવર

કેન્દ્રસરકાર દ્વારા જાહેર કરાયેલી નોટબંધી બાદ શુક્રવારે 15 દિવસ બાદ માર્કેટિંગ યાર્ડનો પ્રારંભ કરાયો હતો. જેમાં આજે અડદ 74 ક્વિન્ટલ અને મગ 25 ક્વિન્ટલનો નિકાલ કરાયો હતો. જ્યારે હાલ ખંભાળીયાના યાર્ડમાં 2 લાખ રુપિયાનો કપાસ અને 3 લાખ રુપિયાની મગફળીની જણસોની આવક થઈ હતી. શુક્રવારે યાર્ડના પ્રથમ દિવસે કુલ 5 લાખનું ટર્ન ઓવર થયું હતું.

હાલારના યાર્ડોમાં જણસોના વેચાણનો પ્રારંભ કરાયો

અન્ય સમાચારો પણ છે...