તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણના મૂલ્યોમાં સર્જનાત્મક શિક્ષણ વિશે પ્રવચન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર સાંદીપનિ આશ્રમ ખાતે ભાઇજી દ્વારા 40 શિક્ષકોનું સન્માન


ગુરુપૂર્ણિમાનાઆગલા દિવસે પોરબંદરમાં સાંદીપનિ આશ્રમ ખાતે સંત રમેશભાઇ ઓઝા ભાઇજી દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના 40 જેટલા શિક્ષકો-આચાર્યો ભાઇ-બહેનોનું ભાવપૂજન કરાયું હતું.આ કાર્યક્રમમાં પ્રસિધ્ધ શિક્ષણ શાસ્ત્રી ગીજુભાઇ ભરાડ દ્વારા શિક્ષણના મૂલ્યોમાં સર્જનાત્મક શિક્ષણ વિષે પ્રવચન અપાયું હતું તથા નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિ ડો. જે.પી.મૈયાણીએ શિક્ષણના મૂલ્યો વિશે વક્તવ્ય આપ્યું હતું.

પૂ. ભાઇજીના હસ્તે શાલ ઓઢાડીને તથા ધાર્મિક પુસ્તકો સાથે ગુરુઓનું ભાવપૂજન કરાયું હતું જેમાં ગીર સોમનાથ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તથા કેળવણીકાર નવઘણભાઇ દાહીમા જેઓ વર્ષો સુધી સૌરાષ્ટ્ર યુનિ.માં સેનેટ સદસ્ય પણ રહી ચૂક્યા છે તેમનું તથા રાજ્ય આચાર્ય સંઘના મુખપત્ર સારસ્વતના મુખ્ય સંપાદક રહી ચૂકેલા લેખક તથા કેળવણીકાર તખુભાઇ સાંડસુર સહિત ચાલીસનું વિશિષ્ટ સન્માન થયું હતું તથા ભૂજના રમેશભાઇ સંઘવીને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ તથા ગાંધીનગરના પાર્થેશ પંડ્યાને આદર્શ ગુરુ ગૌરવ એવોર્ડ અપાયો હતો જ્યારે ઉત્તમ વિદ્યા મંદિરનો એવોર્ડ ગ્રામ દક્ષિણા મૂર્તિ આંબલાને અપાયો હતો.

કાર્યક્રમમાં ડો. વી.આર. ગોઢાણિયા કોલેજ પોરબંદરના પ્રિન્સિપાલ તથા જાણીતા કેળવણીકાર ડો. એ.આર. ભરડા પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિ વર્ષ ગુરુપૂર્ણિમાની આગલી સંધ્યાએ સાંદીપનિ વિદ્યા નિકેતનમાં રમેશભાઇ ઓઝાના વરદ હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોનું ભાવપૂજન કરવામાં આવે છે અને આવા શ્રેષ્ઠ શિક્ષકોને સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે. વર્ષે આવા શ્રેષ્ઠ શિક્ષકોનું ભાવપૂજન પૂજ્યભાઇ રમેશભાઇ ઓઝાના હસ્તે ભાણવડ તાલુકાની શિવા પ્રાથમિક શાળાના આચાર્ય વિમલભાઇ પી. નકુમને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ અર્પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો